Gujarat Election/ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિસનગરથી ચૂંટણી લડશે નહીં, અર્બુદા સેનાના કોઇપણ સભ્ય ઇલેકશનમાં ઝંપલાવશે નહીં

ગુજરાત રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૈાધરી આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના નથી.

Top Stories Gujarat

ગુજરાત રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૈાધરી આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. આ જાહેરાત વિપુલ ચૈાધરીએ કરી હતી. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી AAPમાં જોડાશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી,અને વિધાનસભામાં ચૂંટણી લડશે  પણ આ અટકળો પર હવે વિપુલ ચૈાધરીએ પૂર્ણ વિરામ મૂકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે, તેવી અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, AAPના ઉમેદવાર તરીકે વિપુલ ચૌધરી ચૂંટણી લડશે, પણ વિપુલ ચૌધરીની ઉમેદવારીની જાહેરાત AAPએ કરી  ન હતી.

વિપુલ ચૌધરીને ભાજપના સાંસદ ભરસિંહ ડાભીનો પણ સપોર્ટ છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના 7 લાખ જેટલા મતદારો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 20 બેઠકો પર ચૌધરી સમાજનો પ્રભુત્વ છે. જ્યાં ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.