ગોધરા વિધાનસભા બેઠક માટે મહિલા ઉમેદવાર તરીકે રશ્મિતાબેન ચૌહાણનું નામ જાહેર થતા વેંત જ લઘુમતી ઉમેદવાર પસંદ નહિ કરવાની કોંગ્રેસની રાજનીતિ સામે “ઈંટ નો જવાબ પથ્થર” થી આપવાના એક બનાવમાં ગોધરા ખાતે વિશ્વકર્મા ચોકમાં આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર પથ્થરમારો કરવામાં આવતા કાચના ભુક્કા બોલી ગયા છે, જો કે કોંગ્રેસ કાર્યાલયમાં વધુ તોડફોડ થાય આ પહેલા પોલીસ કાફલાની ગાડી આવી પહોંચતા બાઈકો ઉપર આવેલા અજાણ્યા હુમલાખોરો ભલે ફરાર થઈ ગયા પરંતુ વિશ્વકર્મા ચોકમાં લગાડવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાઓમાં આ હુમલાખોર ચેહરાઓ કેદ થઈ ગયા હોવાની ચર્ચાઓ છે.!!
ગોધરા બેઠકમાં સૌ પ્રથમ “લઘુમતી ઉમેદવારને ટિકિટ નહિ તો વોટ નહિ” ના શરૂ થયેલા રાજકીય દબાણમાં પ્રબળ દાવેદારને કોંગ્રેસ ઉમેદવાર તરીકે પસંદ કરે ના છેલ્લી ઘડી સુધીના પ્રયાસોને ના-પસંદ કરીને ગોધરા બેઠક માટે મહિલા ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હોવાની ખબરો સાથે વિશ્વકર્મા ચોકમાં આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર થયેલા આ પથ્થરમારામાં કોંગ્રેસના કાચ તૂટીને વેરવિખેર થઈ જતા ભારે દહેશતનો માહૌલ સર્જાયો હતો. જો કે પોલીસ કાફલાના આગમન સાથે ફરાર થઈ ગયેલા આ બાઈક સવાર અજાણ્યા હુમલાખોરો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયા હોવાનું કહેવાય છે.!
