New Delhi News/ SIR વિવાદ: રાહુલ ગાંધીની અટકાયત, કોંગ્રેસે બસ રોકી

દિલ્હીમાં SIR વિવાદ (SIR Controversy)ને લઈને રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે

Top Stories India
દિલ્હીમાં SIR વિવાદ (SIR Controversy)ને લઈને રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે

New Delhi News : દિલ્હીમાં SIR વિવાદ (SIR Controversy)ને લઈને રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. INDIA બ્લોકના વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય ‘નિર્વાચન સદન’ સુધી વિરોધ માર્ચ કાઢી હતી. ‘સેવ ડેમોક્રસી’ અને ‘સેવ માઈ વોટ’ જેવા પ્લેકાર્ડ સાથે સાંસદોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિપક્ષી નેતાઓનો આરોપ છે કે મતદાર યાદી અને મત ચોરીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. વિરોધ માર્ચને કારણે દિલ્હી પોલીસ અને વિપક્ષી નેતાઓ વચ્ચે અનેક તબક્કે ઘર્ષણ જેવી સ્થિતિ જોવા મળી હતી.

બેરિકેડ પર ચઢ્યા રાહુલ ગાંધી

વિરોધ માર્ચ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) પોલીસ બેરિકેડ પર ચઢી ગયા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. તેઓ અન્ય વિપક્ષી સાંસદો સાથે ચૂંટણી પંચની ઓફિસ તરફ આગળ વધી રહ્યા હતા. જોકે, આકાશવાણી ભવન નજીક પોલીસે માર્ચને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતાઓને અટકાવ્યા હતા. રાહુલ ગાંધીને રોકવામાં આવતા તેઓ રસ્તા પર જ બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેમને બસમાં લઈ જવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પરંતુ કોંગ્રેસના કેટલાક સાંસદોએ પોલીસની બસને રોકી દીધી હતી. જેના પગલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બસમાંથી નીચે ઉતરીને આકાશવાણી ભવન તરફ ગયા હતા. થોડા સમય બાદ રાહુલ ગાંધી ફરી બહાર આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

બીજીતરફ વિરોધ પ્રદર્શન સ્થળેથી રાહુલ ગાંધી (Rahul Gandhi)અને પ્રિયંકા ગાંધી બંનેની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિપક્ષી સાંસદોને બસોમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા છે અને હાલમાં સ્થળ પર વિપક્ષી સંસદોથી ભરેલી બે બસો ઊભી છે.

પોલીસ-વિપક્ષ વચ્ચે સંતાકૂકડી

આ સમગ્ર ઘટનાક્રમમાં દિલ્હી પોલીસ અને વિપક્ષી નેતાઓ વચ્ચે જાણે સંતાકૂકડીનો માહોલ સર્જાયો હતો. એક તરફ પોલીસે વિરોધ કરી રહેલા સાંસદોને અટકાવવાનું શરૂ કર્યું, તો બીજી તરફ નેતાઓ ફરી એકત્ર થઈને આગળ વધવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.

પોલીસે અનેક INDIA બ્લોકના સાંસદોને બસમાં બેસાડીને સ્થળ પરથી ખસેડ્યા હતા. બીજી તરફ વિરોધ કરી રહેલા સાંસદો સતત સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં પણ નારાજગી જોવા મળી હતી.

વિપક્ષનું કહેવું છે કે માત્ર અટકાયત કે પોલીસ કાર્યવાહીથી તેમનો વિરોધ અટકવાનો નથી. ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ મળવા જોઈએ તેવી તેમની માંગ છે.

કોંગ્રેસની આગળની રણનીતિ તૈયાર

જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) સામે વિરોધને લઈને કોંગ્રેસે લાંબા ગાળાની રાજકીય રણનીતિ તૈયાર કરી હોવાનું સામે આવ્યું છે. પક્ષનો પ્રયાસ આ મુદ્દાને આગામી સંસદ સત્ર સુધી સતત રાજકીય ચર્ચામાં રાખવાનો છે.

જોકે, આ માર્ચમાં વિપક્ષી ગઠબંધનના તમામ પક્ષો એકસાથે જોવા મળ્યા નહોતા. DMK અને આમ આદમી પાર્ટી (AAP) આ વિરોધ માર્ચથી દૂર રહ્યા હતા. તેમ છતાં કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચ સામેનો વિરોધ આગળ વધારવાનો સંકેત આપ્યો છે.

નિર્વાચન સદન સુધી પહોંચવાની માંગ

વિપક્ષી સાંસદો સંસદ ભવનથી નીકળીને ટ્રાન્સપોર્ટ ભવન તરફ આગળ વધ્યા હતા અને ત્યારબાદ ચૂંટણી પંચ (Election Commission)ના મુખ્યાલય નિર્વાચન સદન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા અનેક સ્થળે બેરિકેડિંગ કરીને તેમને રોકવામાં આવ્યા હતા.

વિપક્ષી નેતાઓનું કહેવું છે કે મતદાર યાદી અને કથિત મત ચોરીના મુદ્દે સ્પષ્ટતા જરૂરી છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પણ કરી રહ્યા છે.

દિલ્હીમાં થયેલા આ વિરોધથી SIR મુદ્દે રાજકીય ટકરાવ વધુ ઉગ્ર બન્યો છે. એક તરફ વિપક્ષ આ મુદ્દાને લોકશાહી અને મતાધિકાર સાથે જોડીને સરકાર તથા ચૂંટણી પંચ (Election Commission)પર દબાણ વધારી રહ્યો છે, જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા વિરોધ માર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમથી દિલ્હીની રાજનીતિમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો:  SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ECIને નોટિસ; કહ્યું- સમાચારના આધારે આદેશ નહીં

આ પણ વાંચો: ‘CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરો અને જૂની ચૂંટણી રદ કરો’; SIR વિવાદ પર કપિલ સિબ્બલનો હુમલો

આ પણ વાંચો: SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં’