Not Set/ અમદાવાદઃ 10 રૂપિયાની નોટ લેવા જતા એક મહિલાએ 2.10 લાખના દાગીના ગુમાવા પડ્યા

અમદાવાદઃ નવરંગપુરામાં મહિલા રોડ પર પડેલી ૧૦-૧૦ની નોટો વીણવા જતાં ગઠિયો કારમાંથી રૃા. ૨.૧૦ લાખના દાગીના ભરેલું પર્સ લઇને જતો રહ્યો હતો. ઇડરમાં કલરવ સોસાયટીમાં રહેતા શીલ્પાબહેન અનીલકુમાર સોની તા. ૨૨ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સીજીરોડ પર રેમન્ડ શો રૃમ પાસે કારમાં બેઠા હતા. આ સમયે એક ગઠિયાએ આવીને કહ્યું કે બહેન તમારા રૃપિયા નોટો […]

Gujarat

અમદાવાદઃ નવરંગપુરામાં મહિલા રોડ પર પડેલી ૧૦-૧૦ની નોટો વીણવા જતાં ગઠિયો કારમાંથી રૃા. ૨.૧૦ લાખના દાગીના ભરેલું પર્સ લઇને જતો રહ્યો હતો.

ઇડરમાં કલરવ સોસાયટીમાં રહેતા શીલ્પાબહેન અનીલકુમાર સોની તા. ૨૨ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સીજીરોડ પર રેમન્ડ શો રૃમ પાસે કારમાં બેઠા હતા. આ સમયે એક ગઠિયાએ આવીને કહ્યું કે બહેન તમારા રૃપિયા નોટો નીચે પડી છે જેથી મહિલાએ રોડ પર પડેલી ૧૦-૧૦ની નોટો વીણી રહ્યા હતા.

આ સમયે ગઠિયાએ કારમાંથી પર્સની ચોરી કરી હતી. બહેન ૧૦ની આઠ નોટો લઇને કારમાં બેસવા આવ્યા હતા અને જોયું તો ખબર પડીને કારની સીટ પર મૂકેલું રૃા. ૨.૧૦ લાખના દાગીના ભરેલું પર્સ ગાયબ હતું.

આ બનાવ અંગે નવરંગપુરા પોલીસે ચોરીનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગઠિયાઓ નીત નવા કિમિયા અપનાવીને લોકોને છેતરી રહ્યા છે.