‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના દર્શકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સિરિયલમાં ‘બાપુજી’નું પાત્ર ભજવી રહેલા અભિનેતા અમિત ભટ્ટને શૂટિંગ સેટ પર ઈજા થઈ હતી જેના પછી ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ચંપકલાલ’ અને ‘ચંપક ચાચા’ના નામથી જાણીતા અભિનેતા અમિત ભટ્ટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. સીન દરમિયાન અમિતને દોડવું પડ્યું હતું પરંતુ સીન કરતી વખતે તેમણે બેલેન્સ ગુમાવ્યું અને નીચે પડી ગયા.
ઈજા બાદ અમિત ભટ્ટને ડોક્ટરોને બતાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ ડોક્ટરે તેમને થોડા દિવસ સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. ચંપક ચાચાની ઈજાના સમાચાર સામે આવતાની સાથે જ ચાહકો તેમને ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ ‘ચંપક ચાચા’ને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે અને જ્યારે અમિત ભટ્ટ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે જ શૂટિંગ ફરી શરૂ કરશે.
View this post on Instagram
અમિત ભટ્ટ વર્ષોથી બાપુજીનું પાત્ર ભજવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે અમિત ભટ્ટ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી કરતા નાના છે, પરંતુ શોમાં જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. અમિત ભટ્ટને વાસ્તવિક જીવનમાં બે જોડિયા પુત્રો છે. અમિત ભટ્ટ હિન્દી અને ગુજરાતી સિનેમાનું એક મોટું નામ છે. અમિત ભટ્ટે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે પરંતુ તેમને ઓળખ માત્ર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી છે.
કોમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008થી સતત પ્રસારિત થઈ રહી છે અને આજે પણ દરેક ઘરમાં ફેમસ છે. આ ટીવી સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે, જેમાં જેઠાલાલ તરીકે દિલીપ જોશી અને બાપુજી તરીકે અમિત ભટ્ટ, બબીતા જી તરીકે મુનમુન દત્તા મુખ્ય પાત્રોમાંના એક છે. આ સીરિયલની ફેન ફોલોઈંગ 14 વર્ષ પછી પણ ઓછી થઈ નથી. TRPની યાદીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું નામ ટોપ પર છે.
આ પણ વાંચો:સમાપ્ત થઇ ગયું પાટીદાર આંદોલન! જાણો તેના તમામ
આ પણ વાંચો: દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ, ભારતીય
આ પણ વાંચો:‘ભારત જોડો યાત્રા’ માટે MP આવતા પહેલા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની
