Entertainment News/ T20 વર્લ્ડ કપ 2026 ની મેચનો પાકિસ્તાન દ્વારા બહિષ્કાર વિવાદ વચ્ચે સુનીલ શેટ્ટીનું સ્ફોટક બયાન…

Sunil Shetty (સુનીલ શેટ્ટી)એ જણાવ્યું છે કે, હું ઇચ્છું છું કે પાકિસ્તાન શ્રીલંકા આવે અને ભારત વિરુદ્ધ રમે! ભારત-પાકિસ્તાનની ટીમો વચ્ચે સરસ પ્રતિસ્પર્ધા…

Entertainment Trending
Sunil Shetty,સુનીલ શેટ્ટી, પાકિસ્તાન ,T20,બહિષ્કાર

Entertainment News: સુનીલ શેટ્ટી (Sunil Shetty) એ કોલંબોમાં યોજાનારા આઈસીસી ટી 20 વિશ્વકપ 2026 (T20 World Cup 2026)ના ગ્રુપ સ્ટેજ મેચમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન (India vs Pakistan) મેચના પાક. દ્વારા બહિષ્કાર અંગેનો મુદ્દો છેડ્યો છે!

Sunil Shetty,સુનીલ શેટ્ટી, પાકિસ્તાન ,T20,બહિષ્કાર

હવે આ વિશે બોલીવુડ અભિનેતા(Bollywood Actor)એ એવી આશા દર્શાવી છે કે, અહિં હજુ પણ રોમાંચક મુકાબલો થશે, આ ઉપરાંત એણે શ્રીલંકામાં ભારત સામે ટકરાવાનું પાકિસ્તાનને સૂચન પણ આપ્યું છે!

Sunil Shetty,સુનીલ શેટ્ટી, પાકિસ્તાન ,T20,બહિષ્કાર

ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ અંગે સુનીલ શેટ્ટી (Sunil Shetty)

15 ફેબ્રુઆરીએ મુંબઇ ખાતે એક ઇવેન્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન, મીડિયા સાથે વાતચીત કરતા સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતુ કે, હું ઇચ્છું છું કે પાકિસ્તાન શ્રીલંકા આવે અને ભારત વિરુદ્ધ રમે! ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે એટલી જ સરસ પ્રતિસ્પર્ધા થાય છે જેવી ઑષ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે (Australia vs England) એશિઝ સીરિઝમાં છે.

જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે એ આગામી ટી20 વર્લ્ડ કપમાં યોજાનારા ભારત-પાકિસ્તાન મુકાબલાના વિષયમાં અસમંજસની સ્થિતિ સર્જાયેલી છે તેવા સમયે જ સુનીલ શેટ્ટીનું આ બયાન સામે આવ્યું છે. પાકિસ્તાની ટીમ ભારત સામે ક્રિકેટ (Cricket)ના મેદાનમાં નહિં ઉતરે એવા પાકિસ્તાન સરકાર તરફથી કોઇ પણ નક્કર કારણ આપ્યા વિના પ્રાપ્ત થયેલા સંકેતોને આધારે, પાકિસ્તાને આગામી સમગ્ર શૃંખલાની આ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી લીધો છે!

Sunil Shetty,સુનીલ શેટ્ટી, પાકિસ્તાન ,T20,બહિષ્કાર

કે એલ રાહુલ અને સંજીવ ગોયન્કાની વાયરલ ક્લિપ

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક મીડિયા વાતચીત દરમિયાન, પોતાના જમાઇ ક્રિકેટર કે એલ રાહુલ (K L Rahul)નો ઉલ્લેખ કરીને એની અને IPL ટીમ (IPL Team) લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા (Sanjeev Goenka)ની વર્ષ 2024ના વિવાદિત વાયરલ વીડિયો ક્લિપ અંગે પણ વાત કરી હતી. આ અંગે સુનીલ શેટ્ટીએ એવો ખુલાસો કર્યો હતો કે, રાહુલે આ વિશે ન તો ઘરે ચર્ચા કરી છે કે ન તો પરિવારના કોઇ પણ સભ્યે આ અંગે વાત કરવાની કોશિશ કરી છે!

એણે આગળ જણાવ્યું હતુ કે, “લોકો એમના વિશે એવું જ વિચારે છે અને એમને પણ આ વાતનો અહેસાસ છે. એમને બધાનો પ્રેમ અને સહાનુભૂતિ મળેલી છે. એણે (રાહુલે) આ અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી…એણે કદી આ વિશે વાત નથી કરી અને અમે પણ ઘરમાં ક્યારેય આની ચર્ચા છેડી નથી! કદાચ સંજીવજી આ સમયે પોતાના જીવનના કોઇ મુશ્કેલ દોરમાંથી પસાર થઇ રહ્યાં હતા અને અમે આ વાતને આ રીતે જ સમજી છે!”

Sunil Shetty,સુનીલ શેટ્ટી, પાકિસ્તાન ,T20,બહિષ્કાર

જે પણ હવે આમ કરશે એને તે બક્ષશે નહિં!

આ સમયે સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ ફિલ્મ ‘બોર્ડર 2’ (Ahan Shetty, Border 2)માં ભૂમિકા ભજવી છે. પરંતુ, એના વિશે ઘણા નેગેટિવ બયાન અને પોસ્ટ કરવામાં આવી રહી છે. આ વિશે એક પ્રેમાળ પિતા તરીકે સુનીલ શેટ્ટીએ તાજેતરમાં એમ પણ કહેલું કે, જે પણ હવે આમ કરશે એને તે બક્ષશે નહિં!


આ પણ વાંચો:  અરિજીત સિંહના નિર્ણય પર ઈલા અરુણને ભરોસો….કહ્યું, “…કદીયે પસ્તાવો નહિં થાય!!”

આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!

આ પણ વાંચો: મનોજ બાજપેયીની ફિલ્મ ‘ધૂસખોર પંડિત’ અંગે વિવાદ…નિર્માતાએ કર્યો ખુલાસો…કહ્યું, “…કાલ્પનિક કહાણી છે!”