Suicide/ સાણંદના પ્રાંત અધિકારીએ ફલેટ પરથી લગાવી મોતની છંલાગ

ચૂંટણીના કામમાં રોકાયેલા સાણંદના પ્રાંત અધિકારીએ ફ્લેટમાંથી નીચે પડતું મુકીને આત્મહત્યા  કરી લેતાં ચકચાર મચી ગયો છે

Top Stories Gujarat
ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે ચૂંટણીની તાડમાર તૈયારીઓ વહીવટી તંત્ર કરી રહી છે.  ચૂંટણી શાંતિથી સંપન્ન થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીના કામમાં રોકાયેલા સાણંદના પ્રાંત અધિકારીએ ફ્લેટમાંથી નીચે પડતું મુકીને આત્મહત્યા  કરી લેતાં ચકચાર મચી ગયો છે. ડેપ્યુટી કલેક્ટર એવા સાણંદના પ્રાંત અધિકારીએ અચાનક કેમ આત્મહત્યા કરી તે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
 
વહેલી સવારે પોલીસને માહિતી મળી હતી કે ફ્લેટમાંથી એક વ્યક્તિએ પડતું મુકીને આત્મહત્યા કરી છે. પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતાં આત્મહત્યા કરનાર વ્યક્તિ સાણંદના પ્રાંત અધિકારી આર.કે.પટેલ હોવાનું ખુલ્યું હતું. આપઘાતનું કારણ અકબંધ છે. સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.