Aftab Polygraphy Test: Shraddha Walker મર્ડર કેસમાં પોલીસે તેની તપાસ તેજ કરી છે. આ તપાસમાં અનેક મહત્વના પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા છે. શ્રદ્ધાના હત્યારા આફતાબે હજુ સુધી પોતાનો ગુનો કબૂલ કર્યો નથી, તેથી મંગળવારે તેનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન આરોપી આફતાબનું જૂઠ પકડાયું છે. પોલીગ્રાફી ટેસ્ટમાંથી નાર્કો ટેસ્ટની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
જણાવી દઈએ કે પોલીગ્રાફી ટેસ્ટ લાઈ ડિટેક્ટર મશીનથી કરવામાં આવે છે. આ ટેસ્ટ દરમિયાન પોલીસને શ્રદ્ધા હત્યા કેસમાં મોટી કડીઓ મળી છે. વળી, આફતાબ ઘણી બધી બાબતોમાં ખોટું બોલતો હતો. જો કે, આ કેસમાં FSLને ઉચ્ચ ગુપ્તતા જાળવવાની સૂચના આપવામાં આવી હતી, જેથી સવારે જ આરોપીને કોર્ટમાં ગુપ્ત રીતે રજૂ કરાયા બાદ FSLમાં લાવવામાં આવ્યો હતો. શ્રદ્ધા હત્યા કેસમાં મુંબઈથી એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. દિલ્હી પોલીસે આજે આફતાબના ત્રણ મિત્રોનું નિવેદન લીધું છે, જેમાં એક છોકરો અને એક છોકરી સામેલ હતા. ત્રણેય આફતાબના નજીકના મિત્રો હોવાનું કહેવાય છે. ત્રણેય મિત્રોના નિવેદન વસઈ માણિકપુરની ડિટેક્શન શાખામાં નોંધવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન ત્રણેય જણાએ મોઢું છુપાવી રાખ્યું હતું.
આ પણ વાંચો: India Australia Trade/ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે FTAને મંજૂરી આપી,PM મોદીએ ટ્વિટ કરીને