Gujarat Election/ PM મોદી આજે ફરી ગુજરાતના પ્રવાસે, ચાર જાહેર સભા સંબોધશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે ભાજપ મેગા પ્લાન સાથે ચૂંટણી સભામાં ઉતરી છે,

Top Stories Gujarat
  • PM મોદી આજથી ફરી ગુજરાત પ્રવાસે
  • ગુજરાતમાં ગજવશે ચાર જનસભા
  • હેસાણા, દાહોદમાં ગજવશે જનસભા
  • વડોદરા, ભાવનગરમાં પણ સભા યોજશે
  • ભાજપ ઉમેદવારને જીતાડવા કરશે પ્રચાર
  • સભામાં મોટી સંખ્યામાં ઉમટશે જનમેદની

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે ભાજપ મેગા પ્લાન સાથે ચૂંટણી સભામાં ઉતરી છે, રાજયની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં લઇ લીધી છે. આજેપણ પીએમની લોકપ્રિયતા અકબંધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ગુજરાતના  પ્રવાસે આવવાના છે. આજે તેઓ રાજ્યમાં ચાર જાહેર સભા સંબોધશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનસેવક નરેન્દ્ર મોદી ભાજપના ગઢમાં  રેકોર્ડ સાથે ચૂંટણી જીતવાની મહેચ્છાના લીધે હાલ ખુબ મહેનત કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા,દાહોદ,.વડોદરા,ભાવનગરમાં જાહેર સભા સંબોધશે, તેમની સભાઓમાં ભારે જન મેદની આવવાની સંભાવના છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની હોવાથી પ્રચારની રણનીતિ મુજબ હાલ જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબકકામાં યોજાવવાની છે,1 અને 5 ડિસેમ્બરે  મતદાન થવાનું છે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.