ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકિ છે ,હવે ચૂંટણી મેદાનમાં હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. રાજયમાં 70 રાજકિય પાર્ટીઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતાર્યા છે. 182 બેઠકો પર કુલ 1621 ઉમેદાવાર ચૂંટણી લડશે.
પ્રથમ તબક્કાની વાત કરીએ તો 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે જેમાં 39 રાજકીય પક્ષો અને અપક્ષોને મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788માં માત્ર 70 જ મહિલા ઉમેદવારો છે જ્યારે 718 પુરુષ ઉમેદવારો છે. આ દિવસે 339 અપક્ષ ઉમેદવારોના ભાવીનો પણ ફેંસલો થવાનો છે.
આ તરફ બીજા તબક્કાની વાત કરીએ તો 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં બાકી રહેલી 93 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 93 બેઠકો પર 60 જેટલા રાજકીય પક્ષોએ ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે અપક્ષને મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે આ 93 બેઠકો માટે ચૂંટણી જંગ યોજાવાનો છે. 833માં 764 પુરુષ ઉમેદવારો છે જ્યારે 69 મહિલા ઉમેદવારો છે. આ તબક્કા દરમિયાન 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે 29 રાજકીય પક્ષોએ બંને તબક્કામાં પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ જ તબક્કામાં અને 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કાની બેઠકોમાં જ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. આવો વિસ્તૃત રીતે જાણીએ કઈ પાર્ટી પાસે કેટલા ઉમેદવારો છે અને તે કયા તબક્કામાં ચૂંટણી જંગ લડશે.
