- પારડી બેઠક પર ઇવીએમ ખોટકાયું
- વાપીમાં પણ ઇવીએમ ખોટકાવાની ફરિયાદ
- કનુ દેસાઇ વોટિંગ માટે પહોંચતા ઈવીએમ ખોટકાયું
- નાણામંત્રી કનુભાઇ મતદાન કરવા પહોંચ્યા હતા
- તે સમયે મતદાન મથકે ઇવીએમ ખોટકાયું
- વાપીની જ્ઞાનધામ શાળામાં ખોટકાયું ઈવીએમ
EVM has failed ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.ગુજરાત ચૂંટણીમાં પારડી બેઠક પર ઇવીએમ ખોટકાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત વાપીમાં પણ ઇવીએમ ખોટકાવાની ફરિયાદ સામે આી રહી છે. કનુ દેસાઇ મતદાન માટે પહોચ્યા હતા ત્યારે ઇવીએમ ખોટકાયું હતું .ચૂંટણી તંત્ર દોડતું થઇ ગયું હતું.
આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે કુલ 89 સીટમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે
ઉલ્લેખનીય છે કે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26 જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી. જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે
Paresh Dhanani voted /અમરેલીમાં પરેશ ધાનાણી તેલનો ડબ્બો -ગેસ સિલિન્ડર લઇને મતદાન મથકે પહોંચ્યા
