- સુરતમાં રાજનીતિનો અલગ અંદાજ જોવા મળ્યો
- આપ ઉમેદવાર કથીરિયા ભાજપ ઉમેદવારને પગે લાગ્યા
- અલ્પેશ કથીરિયા કુમાર કાનાણીને પગે લાગ્યા
- કુમાર કાનાણી પાસે જીતનાં મેળવ્યા આશિર્વાદ
- વરાછા બેઠક આપના ઉમેદવાર છે અલ્પેશ કથીરિયા
- વરાછા બેઠક પર કાકા-ભત્રીજાનો અનોખો અંદાજ
- ભાજપમાંથી કુમાર અને આપમાંથી કથીરિયા ઉમેદવાર
view of politics ગુજરાતના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. એવામાં સુરત રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં અલગ રાજનીતિનો રંગ જોવા મળ્યો હતો. આપના ઉમેદવારે ભાજપના ઉમેદવારના આર્શીવાદ લીધા હતા. સુરતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ ભાજપના દિગ્ગજ નેતા કુમાર કાનાણીના પગે લાગ્યા અને જીતના આશીર્વાદ મેળવ્યા હતા.વરાછા બેઠક પર અનોખા દ્રશ્ય જોવા મળ્યા હતા. આ બેઠક પર કાકા અને ભત્રીજાએ એકબીજાને જીત માટે શુભકામના આપી હતી. વરછા બેઠક પર કાકા કાનાણી અને ભત્રીજા કથીરિયા સામ સામે ઉભા રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છોડા દિવસ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી પર ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા અને ચ્હાની યુસ્કી મારી હતી, ભાજપ કાર્યાલય પર પુરસોત્તમ રૂપાાલા,ગોરધન ઝડફિયા સહિત દિગ્ગજ નેતાઓની મુલાકાત કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આજે 8 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના લીધે ચૂંટણી રસપ્રદ બની રહેશે.
આજે મતદાન દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્માં યોજાશે. અહિના મતદારોની મૈાન બધી પાર્ટીઓ માટે રેડ એલર્ટ સમાન છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26 જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી. જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.
