Brain Chip Implant: અબજોપતિ એલોન મસ્કએ જાહેરાત કરી છે કે તેમની કંપની ન્યુરાલિંક આગામી 6 મહિનામાં માનવ મગજમાં ચિપ નાખવાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. આ અત્યાધુનિક ટેક્નોલોજી હાલમાં વિકાસના તબક્કામાં છે. આના દ્વારા વિકલાંગોને ફરીથી ચાલવામાં અને સરળતાથી વાતચીત કરવામાં મદદ મળશે. તે અંધ લોકોની આંખોની રોશની પાછી લાવવામાં પણ મદદ કરશે. મસ્કે કહ્યું કે કંપનીનો ધ્યેય અંધ લોકો અને પેરાલિસિસનો ઈલાજ કરવાનો છે. આ ઉપકરણને માનવ મગજમાં મૂકતા પહેલા અમે ખાતરી કરવા માંગીએ છીએ કે તે સારી રીતે કામ કરે છે. અમે તેને મોટા પાયા પર લાવવા માટે તમામ બાબતો કરી રહ્યા છીએ. મસ્કે જણાવ્યું હતું કે ન્યુરાલિંક ઉપકરણ ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેઓ શારીરિક રીતે અક્ષમ છે. તે જન્મથી અંધ લોકોમાં દૃષ્ટિ પુનઃસ્થાપિત કરી શકે છે.
કંપની નવા પ્રકારના રોબોટ (સર્જિકલ રોબોટ R1) પર કેવી રીતે કામ કરશે. ચિપ ઇન્સ્ટોલ કરવા માટે માનવ મગજનો એક ભાગ કાપીને N1 ચિપ નાખવામાં આવશે. જે સીધા દોરાના માધ્યમથી મગજ સાથે જોડાયેલ હશે. આ ઇલેક્ટ્રોડ્સ દ્વારા મોકલવામાં આવતા વિદ્યુત પ્રવાહ મગજને ઉત્તેજિત કરી શકે છે.ન્યુરાલિંક પ્રાણીઓમાં મગજની ચિપ્સ રોપવાનો પ્રયાસ કરવાના પ્રારંભિક તબક્કામાં છે. એલોન મસ્કનો ઉદ્દેશ્ય તેને માનવીના મગજમાં મૂકીને તેની ક્ષમતા વધારવાનો છે. મગજને કોમ્પ્યુટર સાથે પણ જોડી શકાય છે. આ ચિપ પેજર નામના વાંદરા અને ડુક્કરની અંદર પહેલેથી જ લગાવી દેવામાં આવી છે અને તે સારી રીતે કામ પણ કરી રહી છે. મસ્કે આ સ્ટાર્ટઅપ 2016માં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: space/પૃથ્વીને બચાવવા માટે ચીન લોન્ચ કરશે ખાસ ટેલિસ્કોપ, જાણો શું હશે તેની ખાસિયત
