ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્વ અભદ્ર ટિપ્પણી કરીને અપમાન કરે છે તે મામવે સમગ્ર દેશમાં એક જુવાળા ફાટી નીકળી છે. આ અંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા તાજેતરમાં દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી નો ઉપયોગ કરી તેમનું અપમાન કરેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અપમાન એ માત્ર તેમનું જ અપમાન નહીં પરંતુ સમગ્ર ભારત દેશ અને ગુજરાતનું અપમાન છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલ તે ટિપ્પણી સાબિત કરી આપે છે કે પાકિસ્તાન હંમેશા થી આતંકવાદ નું સમર્થન કરતું રહ્યું છે. વિદેશ મંત્રાલયના એક અહેવાલ પ્રમાણે આજે પણ પાકિસ્તાનમાં 125 જેટલા આતંકી સંગઠનો કાર્યરત છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલા અભદ્ર ટીપ્પણી વિરુદ્ધ આવતીકાલ તારીખ 17 મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ઉગ્ર દેખાવો કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વગણ દ્રારા આવતીકાલે મહામહીમ રાજ્યપાલશ્રી ને બપોરે ૧૨:૦૦ વાગ્યાએ આવેદન પત્ર આપવામા આવશે
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા, વિવિધ મોરચા તેમજ જીલ્લાના આગેવાનો દ્રારા રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેકટરોને આવેદન આપશે. દરેક જીલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે. પાકિસ્તાનને યોગ્ય જવાબ પાઠવવાનો સમગ્ર દેશમાંથી એક સુર ઉઠ્યો છે ત્યારે ગુજરાતની જનતા તેમના લોકલાડીલા અને હૃદય સમ્રાટ સમા યશસ્વી પ્રધાનમંત્રી નું અપમાન સહન ન જ કરી શકે.
