અમદાવાદ/ સિવિલ કેમ્પસમાં ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે રેગિંગ, જાણો શું કર્યું સિનિયર વિધાર્થીનીઓએ

સિવિલ ગવર્નમેન્ટ ડેન્ટલ હોસ્પિટલ કોલેજની વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલ માં રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીની ઓએ નો જણવ્યું કે તેઓ માત્ર ચર્ચા કરતા હતા.

Ahmedabad Gujarat
રેગિંગ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ડેન્ટલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે.અસારવા સિવિલ હોસ્પિટલ ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે રેગિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફર્સ્ટ યર અને થર્ડ યરની વિદ્યાર્થિનીઓ સાથે કોલેજની સિનિયર વિદ્યાર્થિનીઓએ રેગિંગ કર્યાનું સામે આવ્યું છે.રેગિંગનો કિસ્સો સામે આવ્યા બાદ ડેન્ટલ કોલેજમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રેગિંગ કમિટીના મેમ્બરોએ આ મામલે જણાવ્યું છે કે, વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓ તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.

સિવિલ ગવર્નમેન્ટ ડેન્ટલ હોસ્પિટલ કોલેજની વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીની ઓએ નો જણવ્યું કે તેઓ માત્ર ચર્ચા કરતા હતા કોઈ રેગિંગ થયું જ નથી પરમ દિવસે ડેન્ટલ હોસ્પિટલની ફર્સ્ટ યરની અને થર્ડ યરની વિદ્યાર્થીની વચ્ચે હોસ્ટે ની અમુક બાબતોને લઈને માત્ર ડિસ્કશન થયું હતું જેમાં સિનિયર વિધાર્થીનીઓ અને જુનિયર વિધાર્થીનીઓએ હોસ્ટેલની અમુક બાબતો માટે સામાન્ય ચર્ચા કરી હતી આ વિષે સિવિલના એન્ટી રેગિંગ કમિટીના મેમ્બરોએ જણવ્યું કે તેમને કોઈ વિધાર્થી કે તેમના વાલી તરફથી ફરિયાદ મળી નથી વિધાર્થીની ઓ એ પણ ભારપૂર્વક દાવો કર્યો છે કે સિનિયર અમારી સાથે ખૂબ જ સારી રીતે પ્રેમ પૂર્વક વર્તન કરે છે ખુબજ નાનકડી ચર્ચાને મોટુ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

સૂત્રોના કહેવા પ્રમાણે સિનિયરોએ જ્યારે જુનિયરોને ધમકાવ્યાએ પછી એવું પણ કહેવાયું હતું કે, આ બાબતની જાણ વાલીને કરવાની નહિ, એટલું સમજી લેજો કે તમારા વાલી 24 કલાક હોસ્ટેલમાં રહેવાના નથી, નહિતર વધુ હેરાન થવાનો વારો આવશે. મેડિકલમાં તો તમને ખબર છે ને કે કેવું રેગિંગ થાય છે. આ પ્રકારના ઘટનાક્રમના કારણે જુનિયરો રીતસર ડઘાઈ ગયા છે તો ત્રણ જેટલી વિદ્યાર્થિની રડી પડી હતી. હોસ્ટેલમાં સેલિબ્રેશન થયું એ પણ સિનિયરોને ગમ્યું ન હતું. બીજી તરફ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી શું કરે છે? શું આવી કમિટી માત્ર કાગળ પર જ છે તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.

આ પણ વાંચો:પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય યોગેશ પટેલે લીધા શપથ, નવા અધ્યક્ષ તરીકે જાણો કોણે ભર્યુ ફોર્મ

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જીલ્લાના આ ગામોમાં નર્મદા નહેર એક સોભાના ગાઠીયા સામાન

આ પણ વાંચો:ઘેલા સોમનાથ મંદિરની અંદર જળાભિષેક કરવા માટેનો ચાર્જ વધતા ભક્તજનોમાં નારાજગી