SALMAN KHAN BIRTHDAY: બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનનો આજે જન્મ દિવસ છે, આ જન્મ દિવસ પર હજારો ચાહકો તેમના એપાર્ટમેન્ટ ગેલેકક્ષીની બહાર એક ઝલક જોવા માટે ઉભા રહી છે. આજે ભાઇજાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી વધુ સમય પસાર કર્યા બાદ તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે. આ તેનો ચાર્મ છે કે આટલા વર્ષો પછી પણ લોકોમાં તેનો ક્રેઝ ખતમ થયો નથી.આજે તેમના વિશેની એક મહત્વની વાત જણાવવા જઇ રહ્યા છે.

કરોડોની પ્રોપર્ટીના માલિક સલમાન ખાનને જોઈને લાગે છે કે તે કોઈ આલીશાન મહેલ જેવા મકાનમાં રહેતો હશે. પરતું તે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. આટલા અમીર હોવા છતાં પણ સલમાન ખાન પોતાના જૂના મકાનમાં રહે છે. તેની પાછળ એક મોટું કારણ છે, જેનો તેણે એકવાર ખુલાસો કર્યો હતો. આજે સલમાન ખાનનો 57મો જન્મદિવસ છે. આ પ્રસંગે અમે વાત કરીશું કે આટલા અમીર હોવા છતાં પણ સલમાન બાકીના સ્ટારની જેમ નવા ઘરમાં કેમ શિફ્ટ નથી થતા.

જ્યાં તમામ સ્ટાર થોડા પૈસા કમાઈને બીજા ઘરમાં શિફ્ટ થઈ જાય છે. તે પોતાના નવા ઘરમાં પોતાના જીવનસાથી સાથે નવું જીવન શરૂ કરે છે. આવી સ્થિતિમાં સલમાન ખાન આજે પણ તેની સરખામણીમાં પોતાના જૂના મકાનમાં રહે છે. સલમાન ખાન બાળપણથી લઈને આજ સુધી જે ઘરમાં મોટો થયો છે તે ઘરમાં રહે છે. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.બાંદ્રામાં પોતાના જૂના મકાન (ફ્લેટ)માં રહેવું ગમે છે. તે આલીશાન બંગલામાં રહેવા કરતાં બાંદ્રામાં પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. તેણે આનું કારણ જણાવ્યું કે તેના માતા-પિતા તેમની ઉપરના ફ્લેટમાં રહે છે. તે નાનપણથી એક જ ઘરમાં રહે છે.

સલમાને કહ્યું હતું કે તેની આખી ઇમારત એક પરિવાર જેવી છે. ‘અમે નાના હતા ત્યારે બિલ્ડીંગના તમામ બાળકો નીચે બગીચામાં સાથે રમતા હતા અને ક્યારેક ત્યાં સૂઈ જતા હતા. હું એ જ ઘરમાં રહું છું કારણ કે એ ઘર સાથે મારી અસંખ્ય યાદો જોડાયેલી છે. એક સમયે, સલમાન ખાનના પિતા અને મહાન પટકથા લેખક સલીમ ખાને પણ આ ફ્લેટમાં રહેવાનું કારણ શેર કર્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘હું આ જગ્યા સાથે ખૂબ જ જોડાયેલ છું. જો હું ક્યારેય આ સ્થાન છોડીશ, તો મારું હૃદય રડશે. પછી હું સુખેથી જીવી શકીશ નહિ.
