નવસારી/ ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક તો ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ બસ, 9 લોકોના મોત, 32 ઘાયલ

ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે બસ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને સ્પીડમાં આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી.

Top Stories Gujarat Others
હાર્ટ એટેક

નવસારીમાં શનિવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અથડામણમાં 9 લોકોના મોત થયા છે. તમામ મૃતકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવવાને કારણે આ અકસ્માત થયો હતો. બસમાં સવાર 32 લોકો ઘાયલ થયા છે.

ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે બસ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને સ્પીડમાં આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બસ ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની સારવાર ચાલી રહી છે. ટક્કર એટલી ઝડપી હતી કે કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. કારમાં સવાર તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

કારમાં 9 લોકો સવાર હતા

અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે 32 ઘાયલોમાંથી 17ને વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવસારીની હોસ્પિટલમાં 14 ઘાયલોની સારવાર ચાલી રહી છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરત લઇ જવાયા છે. કારમાં 9 લોકો સવાર હતા. આ તમામ લોકો અંકલેશ્વર ખાતે આવેલી એક કંપનીની ઓફિસના કર્મચારી હતા. બસ અમદાવાદથી લોકોને લઈને વલસાડ જઈ રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે PMNRF તરફથી મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, “ગુજરાતના નવસારીમાં એક હ્રદયસ્પર્શી માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતમાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને સારવાર આપી રહ્યું છે. તેઓના ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

આ પણ વાંચો:WHOએ ચીન પાસે કોરોનાના કારણે મૃત્યુનો ડેટા માંગ્યો, ભારત સહિત 10 દેશોએ મુસાફરો માટે કડક નિયમો બનાવ્યા

આ પણ વાંચો: ડિસેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:કોંગ્રેસના આ નેતા આગામી લોકસભા ચૂંટણીના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે,જાણો વિગત