Not Set/ હૈદરાબાદ એન્કાઉન્ટર/ તેલંગાણા HC : ગેંગરેપ આરોપીનાં મૃતદેહ 13 ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખવા આદેશ

તેલંગાણા હાઈકોર્ટ દ્વારા વેટરનરી મહિલા ડોક્ટર બળાત્કાર-હત્યા મામલે થયેલા હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં બળાત્કાર અને હત્યા કરનારા અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ ચાર આરોપીઓના મૃતદેહોને આગામી 13 ડિસેમ્બર સુધી સાચવી રાખવા તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. હૈદરાબાદ એન્કાઉન્ટર કેસની હવે પછીની સુનાવણી 12 ડિસેમ્બરે થશે. આપને જણાવી દઇએ કે, અગાઉ કોર્ટે આદેશ આપ્યો હતો કે 9 […]

Top Stories India

તેલંગાણા હાઈકોર્ટ દ્વારા વેટરનરી મહિલા ડોક્ટર બળાત્કાર-હત્યા મામલે થયેલા હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં બળાત્કાર અને હત્યા કરનારા અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ ચાર આરોપીઓના મૃતદેહોને આગામી 13 ડિસેમ્બર સુધી સાચવી રાખવા તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. હૈદરાબાદ એન્કાઉન્ટર કેસની હવે પછીની સુનાવણી 12 ડિસેમ્બરે થશે. આપને જણાવી દઇએ કે, અગાઉ કોર્ટે આદેશ આપ્યો હતો કે 9 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યા સુધી ચારેય આરોપીઓનાં મૃતદેહને સુરક્ષિત રાખવા.  

તેલંગાણા હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે 13 ડિસેમ્બર સુધી મહિલા પશુચિકિત્સક પર બળાત્કાર અને બાદમાં તેણીની હત્યાનાં આરોપીઓના મૃતદેહોને સાચવવા. હાઈકોર્ટે આ બનાવ અંગે ન્યાયિક દખલ માંગતી ચીફ જસ્ટિસની ઓફિસને આપેલા અહેવાલમાં આ આદેશ આપ્યો હતો.  

હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે તમામ આરોપીઓના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યા પછી તેનો વીડિયો સીડીમાં અથવા પેન ડ્રાઇવમાં મહેબુબનગરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશને સોંપવો જોઈએ. સુનાવણીની શરૂઆતમાં કોર્ટે મહેબુબનગરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશની સીડી અથવા પેન ડ્રાઈવ લઈ તેને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે સવારે ચેતનપલીમાં તમામ આરોપીઓ પોલીસ સાથેનાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. ઘટનાની તપાસના સંદર્ભમાં આરોપીઓને ગુનાના સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પુલિયા નજીક 25 વર્ષીય મહિલા પશુવૈદની લાશ 28 નવેમ્બરના રોજ મળી આવી હતી. સાયબેરાબાદ પોલીસનું કહેવું છે કે આરોપીઓએ પોલીસકર્મી પાસેથી હથિયારો છીનવી લીધા હતા અને ગોળીબાર શરૂ કર્યો હતો, ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં ‘ફાયરિંગ’ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.