ધમકી/ અલ કાયદાએ રામ મંદિર ઉડાવી દેવાની આપી ધમકી,તંત્ર અલર્ટ

મેગેઝિન ગઝવા-એ-હિંદના તાજેતરના અંકમાં, આંતરરાષ્ટ્રીય જેહાદી જૂથે પ્રતિજ્ઞા લીધી છે કે અલ કાયદા રામ મંદિરને તોડીને તેની જગ્યાએ મસ્જિદ બનાવશે.

Top Stories India
Al Qaeda

Al Qaeda:  ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર આતંકવાદીઓની નજર છે. તેમની મેગેઝિન ગઝવા-એ-હિંદના તાજેતરના અંકમાં, આંતરરાષ્ટ્રીય જેહાદી જૂથે પ્રતિજ્ઞા લીધી છે કે અલ કાયદા રામ મંદિરને તોડીને તેની જગ્યાએ મસ્જિદ બનાવશે.  જેહાદી સંગઠન દ્વારા આ અઠવાડિયે ઓનલાઈન બહાર પાડવામાં આવેલ મેગેઝીને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ઝેર ઓક્યું છે. આ સાથે જ ભારતીય મુસ્લિમોને જેહાદને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે.આ મામલે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, (Al Qaeda )110 પેજના એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે, ‘બાબરી મસ્જિદના સ્ટ્રક્ચર પર જે રીતે રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, તેને તોડી પાડવામાં આવશે અને મૂર્તિઓની જગ્યાએ અલ્લાહના નામ પર બાબરી મસ્જિદ બનાવવામાં આવશે.  આ બધું બલિદાન માંગે છે.એવું લાગે છે કે સામયિકની સામગ્રી ભારતીય વાતાવરણથી પરિચિત વ્યક્તિ દ્વારા લખવામાં આવી છે.

મુસ્લિમોએ નુકસાનથી ડરવું જોઈએ નહીં – અલ કાયદા
અલ કાયદાએ ભારતીય મુસ્લિમોને સંબોધતા કહ્યું કે તેઓએ “આના કારણે ભૌતિક નુકસાનથી ડરવું જોઈએ નહીં”, કારણ કે તેઓ પહેલાથી જ દાયકાઓથી જીવન અને સંપત્તિનું નુકસાન સહન કરી ચૂક્યા છે. જો આ જાન-માલનો ઉપયોગ જેહાદ માટે કરવામાં આવ્યો હોત તો આટલું નુકસાન ન થયું હોત. ઝેર ફેલાવતા આતંકવાદી સંગઠને બિનસાંપ્રદાયિકતાને ભારતીય મુસ્લિમો માટે “નરક” તરીકે વર્ણવ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના સૂત્રો “એક છેતરપિંડી” છે.

તેણે કહ્યું, ‘આ બધી માત્ર વાતો નથી. બાબરી મસ્જિદ 30 વર્ષ પહેલા તોડી પાડવામાં આવી હતી. 20 વર્ષ પહેલા ગુજરાતના અમદાવાદમાં સગર્ભા મહિલાઓ અને તેમના બાળકોનું માથું કાપીને સળગાવી દેવામાં આવતું હતું અને આજે બધે બુલડોઝર ચાલી રહ્યા છે. હિંદુઓ જામિયા મિલિયા (ઈસ્લામિયા) અને અલીગઢથી લઈને જામિયા ઉસ્માનિયા (હૈદરાબાદ ઉપનગર) અને દેવબંદ (શહેર) સુધીના દરેક માટે છરી, ભાલા અને તલવારો તેજ કરી રહ્યા છે.

મોટી કાર્યવાહી/કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કરી મોટી કાર્યવાહી, TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ