નવી દિલ્હી: સામાન્ય રીતે કોઈ કર્મચારી કંપનીમાં પાંચ વર્ષ કામ કરે તો તેને ગ્રેચ્યુઇટી મળતી હોય છે, પરંતુ અમે અહીં એવી કંપનીની વાત કરી રહ્યા છે તેમા જો તમે પાંચ વર્ષ કામ કર્યુ તો તમને મર્સીડીઝ મળશે. તમે પણ વિચારમાં પડી જશો કે આવી કંપની છે કોની. આ કંપની છે ભારત પેના સહસ્થાપક અશ્નીર ગ્રોવરની (Ashneer grover)
Ashneer grover ત્રીજું યુનિકોર્ન બનાવવા જઈ રહ્યા છે. તે કહે છે કે તેઓ ફક્ત 50ની ટીમ બનાવવા છે. તેઓ કંપનીની આવકને એક અબજ ડોલરના સ્તરે લઈ જવા માંગે છે. આ કંપનીની ઓફર છે કે જો કોઈ કર્મચારી ત્યાં પાંચ વર્ષ સુધી કામ કરે તો તેને મર્સીડીઝ મળી શકે, પરંતુ આ મર્સીડીઝ તેમના પર્ફોર્મન્સને આધીન હશે.
ઉલ્લેખનીય છે કે Shark Tank માં જજ અને BharatPe ના કો-ફાઉન્ડર Ashneer grover તેની જીભના કારણે હેડલાઇન્સમાં રહે છે. શો દરમિયાન ઘણી વખત નવા ઉદ્યોગ સાહસિકોને વાસ્તવિકતાનો કઠોર શબ્દોમાં સામનો કરાવતા Ashneer grover તાજેતરમાં BharatPe ના CEO ના રાજીનામા અંગે ટ્વિટ કરીને ચર્ચામાં આવ્યો હતો. કોઈની પાસેથી મજા લેવાની તેની આદત હવે સામાન્ય થઈ ગઈ છે. તેઓ પોતાના મનની વાત સ્થળ પર જ કોઈને કહેવાનું ચૂકતા નથી.
આ પણ વાંચોઃ વળતરનો મુદ્દો ઉકેલવા જોશીમઠમાં CM ધામીના ધામા, લોકોના હિતનું ધ્યાન રાખવાની ખાતરી
પરંતુ આજે તે તેના કડવા શબ્દો વિશે નથી. Ashneergrover ટ્વીટ કરીને પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવ્યું છે. મંગળવારે તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ટીઝર લોન્ચ કર્યું છે. અશ્નીર ગ્રોવરે તેની લિંક્ડઇન પ્રોફાઇલ પર એક ક્લિપ્ડ વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું છે કે તે ત્રીજો યુનિકોર્ન બનાવવા જઈ રહ્યા છે. માત્ર 50 માણસોની ટીમ બનાવવાની રહેશે. આવકના સંદર્ભમાં, તેઓ કંપનીને એક અબજ ડોલરની કંપની બનાવવા માંગે છે.
આ સાથે, Ashneergrover સામાન્ય લોકોને સ્ટિંગ કરવા માટે એક વધુ વાત કહી છે કે ગ્રેચ્યુઇટી અપમાન માટે છે. દેશના કરોડો લોકો આ ગ્રેચ્યુટીને કંપની સાથેની વફાદારી અને લાંબા જોડાણ તરીકે જુએ છે, જ્યારે તેને ગ્રોવર અપમાન માને છે. બાય ધ વે, તેની લિંક્ડઈન પ્રોફાઈલ જોઈને, અશ્નીર ગ્રોવરે કોઈ પણ કંપનીમાં આટલા વર્ષો સુધી કામ નથી કર્યું કે તેને ગ્રેચ્યુઈટી મળી. એ અલગ વાત છે કે હવે ગ્રેચ્યુટીના નિયમો બદલાયા છે.
આ પણ વાંચોઃ
