તિરુવનંતપુરમ મંદિર : ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના ખેલાડીઓએ તિરુવનંતપુરમના સ્વામી પદ્મનાભસ્વામી મંદિર (Padmanabhaswamy Temple)માં પૂજા-અર્ચના કરી હતી. શ્રીલંકા સામેની છેલ્લી ODI મેચ પહેલા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ પરંપરાગત પોશાકમાં મંદિર પહોંચ્યા અને પૂજા કરી. આ દરમિયાન તમામ ખેલાડીઓ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા અને મંદિરના પૂજારીઓ સાથે ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા હતા.
આ ખેલાડીઓએ કર્યા દર્શન
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવની સાથે ભારતના થ્રો ડાઉન વિશેષજ્ઞ રઘુએ પણ તિરુવનંતપુરમ મંદિર પહોંચ્યા બાદ પૂજા કરી હતી. તમામ ખેલાડીઓએ અહીંના પરંપરાગત વસ્ત્રો ધોતી અને અંગવસ્ત્રમ પહેરીને તિરુવનંતપુરમ મંદિર માં પૂજા કરી હતી. કેએલ રાહુલ ભગવાન વિષ્ણુના આ મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે. ગુવાહાટી અને કોલકાતામાં મેચ જીત્યા બાદ ભારતીય ટીમે શ્રેણી જીતી લીધી છે અને હવે ફાઇનલ મેચ તિરુવનંતપુરમમાં રમાવાની છે.
Hello Trivandrum 👋🏻
We are here for the 3️⃣rd and final #INDvSL ODI ✅#TeamIndia pic.twitter.com/xzpr7UTCMT
— BCCI (@BCCI) January 13, 2023
વિરાટ કોહલીએ શેર કર્યો છે ફોટો
શનિવારે, વિરાટ કોહલીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી અને તેને લાલ રંગા પ્રેમ ઇમોજી સાથે કેપ્શન આપ્યું. આ તસવીરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીચ પર નાસ્તાની મજા લેતા જોવા મળે છે. જેમાં વિરાટ કોહલી શર્ટલેસ છે અને શોર્ટ્સ પહેરે છે, જ્યારે અનુષ્કા શર્માએ સુંદર સફેદ ડ્રેસ પહેર્યો છે અને સનગ્લાસ પહેર્યા છે. વિરાટ કોહલી હાથમાં હેલ્ધી ડ્રિંક પકડેલો જોવા મળે છે. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને 20 મિનિટમાં જ તેમની તસવીરને 10 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.
આ પણ વાંચો:સિલેક્ટર્સે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપ્યું, પરંતુ BCCIએ સામે મૂકી આ શરત
આ પણ વાંચો:ઋષભ પંત વિશે બહાર આવી મોટી માહિતી, ટીમ ઈન્ડિયાને ઝટકો
આ પણ વાંચો:સ્પેન બાદ હવે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને ધૂળ ચટાડશે, પ્રથમ મેચમાં આ હતો પડકાર
