- રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ (gujarat cold)
- હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
- 5.4 ડિગ્રી લઘુ.તાપમાન સાથે નલિયા ઠંડુગાર
- આગામી બે દિવસ કાતિલ ઠંડીની આગાહી
- અમદાવાદ,કચ્છ,ભાવનગરમાં ગગડશે પારો
- ઉત્તરીય પવન ફૂકાવાને કારણે ઠંડીની જોર વધ્યુ
- રાજ્યમાં 2થી 3 ડીગ્રી તાપમાન ઘટવાની શક્યતા
- 27 જાન્યુ. સુધી તાપમાનનો પારો નીચે રહેશે
- હવામાન વિભાગ વિભાગે કરી આગાહી
imd gujarat: ગુજરાતમાં ઠંડીનો અહેસાસ યથાવત જોવા મળી રહ્યો છે, આજેપણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. કાતિલ ઠંડીના લીધે લોકો બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઠંડી હજુપણ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બે દિવસ સુધી કાતિલ ઠંડી પડશે.મેટ્રો સીટી અમદાવાદ,કચ્છ, અને ભાવનગરમાં પારો ગગડશે તેવી વકી છે. નલિયામાં તાપમાન 5.4 ડિગ્રી નોંધાયું તાપમાન ઘટવાની સાથે જ નલિયા ઠંડુગાર બન્યું હતું.
ઉલ્લેખનીય છે ઉત્તર ભારતમાં ( gujarat cold) પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં બે દિવસ સુધી પારો ગગડતો જોવા મળશે. 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હાલ ત્રણથી ચાર દિવસ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે.રવિવારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મેગાસીટીમાં લોકો ઠૂઠવાયા હતા. રાજ્યમાં નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું. નલિયામાં લઘુતમ તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
નોંધનીય છે કે ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા ( gujarat cold) અનુસાર 24 થી 26 જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાંથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ઉચ્ચ ભેજ સાથે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આજે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બાદમાં 24 થી 26 જાન્યુઆરી વચ્ચે તે વધુ તીવ્ર થવાની આશંકા છે. હિમાચલ પ્રદેશમાં 24 અને 25 અને ઉત્તરાખંડમાં 25 અને 26 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થશે.જેના લીધે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ જોવા મળશે.
BJP meeting/સુરેન્દ્રનગરમાં આજથી બે દિવસ ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક,લોકસભાની ચૂંટણી પર થશે ચર્ચા
Petrol Diesel Price/ બજેટ પહેલા પેટ્રોલ સસ્તું થવાની સંભાવના! કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ ઓઇલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે કરી અપીલ
