Ahmedabad/ દાણીલીમડામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 15 આરોપીઓની કરી ધરપકડ

ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. જો કે પોલીસની મિલીભગતથી જાહેરમાં આવી પ્રવૃતિ આચરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જો કે, ગેરકાયદેસર…

Top Stories Ahmedabad Gujarat
State Monitoring Cell Raid

State Monitoring Cell Raid: ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. જો કે પોલીસની મિલીભગતથી જાહેરમાં આવી પ્રવૃતિ આચરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જો કે, ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવા માટે રાજ્ય તકેદારી સેલ સતત મોનીટરીંગ અને દરોડા પાડી રહી છે. ત્યારે અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક દરોડો પાડવામાં આવ્યો છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં શાહઆલમ ખોડિયાર નગર પાસે આંજણાના છાપરામાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગારીઓ રંગે હાથે ઝડપાયા હતા. રાજ્યની દેખરેખની લાલાશએ કાર્ડ પ્રેમીઓનો સ્વર તોડી નાખ્યો. સ્ટેટ મોનિટરિંગ ટીમે 15 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે 2 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે આ જુગારધામ અંગે વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે કે અંદરખાને પોલીસ પરમિશન મળી ગઈ હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું. ઉપરાંત આ વિસ્તારમાં અનેક જુગારના અને દારૂના અડ્ડા જાહેરમાં ચાલતા હોવાની પણ ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. જોકે આવા અડ્ડા પોલીસની પરમિશન વગર ચાલવા તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે ઉપરાંત અવાર નવાર અડ્ડાઓ પાસે પોલીસની ગાડીઓ ફરતી હોવાના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર શંકા ઊભી થઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ દાણીલામડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ડી.વી. તડવી સામે લાલ આંખ થવાની સંભાવના રહેલી છે.

આ પણ વાંચો: Republic Day 2023/પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધિત કર્યા, કહી આ મોટી વાત