ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ભરતીનું પેપર લીક થયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પેપર લીક થયા બાદ આ ભરતી પરીક્ષા રદ કરી છે. જણાવી દઈએ કે આ પરીક્ષા આજે સવારે 11:00 વાગ્યાથી શરૂ થવાની હતી.
ગુજરાત ATS આ પેપર લીક કેસની તપાસ કરી રહી હોવાની નવીનતમ માહિતી બહાર આવી રહી છે. આ કેસમાં ATSએ અત્યાર સુધીમાં વડોદરામાંથી 10થી વધુ લોકોની અટકાયત કરી છે.
દરમિયાન પેપર લીક અને પરીક્ષા રદ થવાના કારણે ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગોધરા બસ સ્ટેન્ડ સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા.
આ ભરતી દ્વારા પંચાયત જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ ભરવાની હતી. મળતી માહિતી મુજબ, આજે આ ભરતી પરીક્ષામાં 17 લાખ ઉમેદવારો બેસવાના હતા. સવારે 11 વાગ્યાથી પરીક્ષા યોજાવાની હતી, પરંતુ તે પહેલા જ પેપર લીક થઈ ગયું હતું જેના કારણે બોર્ડે પરીક્ષા રદ કરી હતી. જો કે, બોર્ડ દ્વારા આજે એટલે કે 29 જાન્યુઆરીએ નોટિસ જારી કરવામાં આવ્યા બાદ, પરીક્ષાની નવી તારીખ અંગેનું અપડેટ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પરીક્ષા માટે રાજ્યમાં કુલ 2995 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. તેમજ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન થાય તે માટે 7,500 પોલીસકર્મીઓ અને 70,000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:29 જાન્યુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં રેડિયોએક્ટિવ કેપ્સ્યુલ ખોવાઇ જતા ગંભીર બિમારી ફેલાવાનો ભય,પર્થમાં એલર્ટ જારી
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત,5 ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર,જાણો શું કહ્યું…
