Gst collection/ બજેટ પહેલા ખુશખબર, GST કલેક્શન ₹1.55 લાખ કરોડને પાર

આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા GST કલેક્શનન મામલે સારા સમાચાર આવ્યા છે.

Top Stories India
GST Collection

  GST Collection :આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા GST કલેક્શનન મામલે સારા સમાચાર આવ્યા છે. તાજેતરના ડેટા અનુસાર જાન્યુઆરી 2023 મહિનામાં GST કલેક્શન 1,55,922 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. તેમાં CGST રૂ. 28,963 કરોડ, SGST રૂ. 36,730 કરોડ અને IGST રૂ. 79,599 કરોડનો સમાવેશ થાય છે.

નાણા મંત્રાલય (GST Collection) અનુસાર એપ્રિલ 2022 પછી આ બીજું સૌથી મોટું ગ્રોસ કલેક્શન છે. 1.68 લાખ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થયું હતું. આ ત્રીજી વખત છે જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં GST કલેક્શન રૂ. 1.50 લાખ કરોડને પાર કરી ગયું છે. વધુમાં, ડિસેમ્બર 2022 મહિના દરમિયાન 8.3 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. નવેમ્બર 2022માં ઈ-વે બિલ જનરેશન 7.9 કરોડ હતું. ઉલ્લેખનીય છે કે  ડિસેમ્બર 2022 દરમિયાન ગ્રોસ કલેક્શન 1,49,507 કરોડ રૂપિયા હતું. આમાં CGST રૂ. 26,711 કરોડ, SGST રૂ. 33,357 કરોડ, IGST રૂ. 78,434 કરોડ છે. જાન્યુઆરી 2023માં GST કલેક્શન 1,55,922 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર એપ્રિલ 2022 પછી આ બીજું સૌથી વધુ ગ્રોસ કલેક્શન છે.

નોંધનીય છે કે (GST Collection) દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ભારતના નાણામંત્રી સામાન્ય બજેટ રજૂ કરે છે. આ વર્ષે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું બજેટ રજૂ કરશે. બજેટ 2023 એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના દબાણ હેઠળ છે અને વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદી જોવા મળી રહી છે. નિર્મલા સીતારમણનું ભારતનું બજેટ 2023 જીડીપી વૃદ્ધિને સમર્થન આપવા અને તેની ખાતરી કરવા માટે નિર્ણાયક સાબિત થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 8:40 વાગ્યે તેમના ઘરથી નીકળશે. સવારે 9:00 કલાકે નોર્થ બ્લોક પહોંચશે. નોર્થ બ્લોકમાં થોડો સમય વિતાવ્યા બાદ તે સવારે 9.20 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનથી નીકળીને સવારે 10:00 વાગ્યે સંસદ ભવન પહોંચશે. સવારે 10:15 વાગ્યે કેબિનેટની બેઠક મળશે જેમાં બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવશે. લોકસભામાં સવારે 11 વાગ્યાથી બજેટ ભાષણ શરૂ થશે. બપોરે 3:00 કલાકે નાણામંત્રી નેશનલ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધશે.

આગ/ઝારખંડના ધનબાદના આશિર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ,3 લોકોના મોત અનેક લોકો ફસાયા, ફાયર બ્રિગેડ