આગ/ ઝારખંડના ધનબાદના આશિર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ,12 લોકોના મોત અનેક લોકો ફસાયા, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

ઝારખંડના ધનબાદના આશિર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ,3 લોકોના મોત અનેક લોકો ફસાયા

Top Stories India
13 1 1 ઝારખંડના ધનબાદના આશિર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ,12 લોકોના મોત અનેક લોકો ફસાયા, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

Fire in Dhanbad’s Ashirwad Tower : ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે સમગ્ર બિલ્ડીંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.  શહેરના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના શક્તિ મંદિર પાસે આવેલા આશીર્વાદ ટાવરમાં મંગળવારે સાંજે ભીષણ આગ લાગી હતી. જે બાદ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.આગ લાગવવાની જાણ થતા ફાયર બિગ્રેડ ઘટનાસ્થળે પહોચીને આગને કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે.આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવર(Fire in Dhanbad’s Ashirwad Tower)માં ભીષણ આગ લાગી હતી. જે બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. આ આગ ધીમે ધીમે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. ફાયર બ્રિગેડના તમામ પ્રયાસો બાદ પણ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આશીર્વાદ ટાવરમાં કેટલા લોકો ફસાયા છે તેની માહિતી હજુ સુધી મળી શકી નથી. બિલ્ડિંગમાં લાગેલી આગ દૂરથી દેખાય છે.

બે દિવસ પહેલા શહેરના જ બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના હાજરા ક્લિનિકમાં આગ લાગી હતી. આ ઘટનામાં 5 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આ પછી હવે આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ સિવાય સોમવારે ધનબાદથી પણ આગના સમાચાર આવ્યા હતા. ધનબાદના કુમારધુબી માર્કેટમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આ આગ એક પછી એક અનેક દુકાનોમાં ફેલાઈ ગઈ. તેની પકડને કારણે 19 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણવાની કામગીરી હજુ ચાલુ છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. લોકોની દુકાનોમાં આગ લાગતાની સાથે જ સૌ પ્રથમ દુકાનદારોએ જાતે જ તેને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભયાનક હતી કે તે ઓલવાઈ જવાને બદલે વધુ ફેલાઈ ગઈ હતી.

passes away/પ્રશાંત ભૂષણના પિતા અને  પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું 97 વર્ષની વયે નિધન

Peshawar-Blast/ પેશાવર બ્લાસ્ટમાં હવે TTPનો યુ-ટર્ન… મૃત્યુઆંક 100 પર પહોંચ્યો

સમ્માન/ પૂર્વ PM મનમોહન સિંહને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, આ કારણોસર UK એ કર્યા સન્માનિત