ફ્લાઇટની અંદરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં ક્રૂ મેમ્બર્સ અનોખી શૈલીમાં સર્વિસ આપતા હોવાના વીડિયોથી લઈને પાયલોટની જાહેરાત સુધી તમામ સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવે છે. કેટલીકવાર ફ્લાઈટમાં મુસાફરોની ખરાબ હરકતો પણ વાયરલ થઈ જાય છે. તો ક્યારેક ફ્લાઈટમાં ઝઘડાના વીડિયો પણ સામે આવે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક મુસાફરો એકબીજા સાથે લડતા જોવા મળે છે. ઘટનાનો આ વીડિયો આ ગુરુવારે એટલે કે 2 ફેબ્રુઆરીએ સાઓ પાઉલોમાં સાલ્વાડોર (SSA) અને કાંગોન્હાસ (CGH) વચ્ચેની ફ્લાઈટ G3 1659નો જણાવવામાં આવી રહ્યો છે. ફ્લાઈટના ટેકઓફ પહેલા વિન્ડો સીટ માટે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો.
હકીકતમાં, બ્રાઝિલમાં GOL એરલાઇન્સની ફ્લાઈટનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ફ્લાઇટમાં વિન્ડો સીટ પર બે મહિલાઓનું જૂથ એકબીજા સાથે અથડાયું હતું. બ્રાઝિલના એક સમાચાર અનુસાર ફ્લાઈટના ટેકઓફ પહેલા જ બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે ફ્લાઈટ બે કલાક મોડી પડી. અહેવાલો અનુસાર, એક મહિલા મુસાફર તેના સહ-પ્રવાસીને તેના અપંગ બાળક માટે સીટ બદલવાનું કહે છે. પરંતુ સહ-પ્રવાસીએ તેને સ્પષ્ટ ના પાડી દીધી. જે બાદ મહિલા મુસાફરે ગુસ્સામાં આવીને સહ-પ્રવાસીના પરિવાર પર હુમલો કર્યો હતો. નાની વાત પર શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં હિંસક બની ગયો.
A fight between passengers on a GOL flight leaving Salvador erupts after a woman puts her son in someone else's seat. – #travelashub_tours
C: @aviationbrk pic.twitter.com/ey1xhGXPVl
— Travelers Hub (@Travelashub) February 5, 2023
તમે વીડિયોમાં જોઈ શકો છો કે ફ્લાઈટની અંદર કેવી રીતે બે પરિવારો એકબીજા સાથે લડી રહ્યાં છે. ઝઘડા દરમિયાન મારામારી અને મારપીટ પણ થઈ રહી છે. ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સે જણાવ્યું કે બંને પરિવારો વચ્ચે લાંબા સમય સુધી લડાઈ ચાલી. આ લડાઈ જોઈને વિમાનના પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ ઝઘડો શાંત કરવા મધ્યસ્થી કરવા આવ્યા હતા. આ ઘટનાની પુષ્ટિ કરતા એરલાઈને જણાવ્યું હતું કે ઝપાઝપીમાં સામેલ તમામ મુસાફરોને ડી-બોર્ડ કરવામાં આવ્યા હતા. મીડિયાને આપેલા નિવેદનમાં, ફ્લાઈટના ક્રૂ મેમ્બરે કહ્યું, “હું પહેલેથી જ દરવાજા બંધ કરી રહ્યો હતો જ્યારે મેં જોયું કે બધા એકબીજાને થપ્પડ મારતા હતા. મહિલાઓ જોરથી બૂમો પાડી રહી હતી, થપ્પડ મારી રહી હતી અને એકબીજાને કોસતી હતી.
આ પણ વાંચો: રાખી સાવંતે પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, મુંબઈ પોલીસે આદિલ દુર્રાનીની અટકાયત
આ પણ વાંચો:શાહી અંદાજમાં નીકળી સિદ્ધાર્થ મલ્હોત્રા જાન, જુઓ ખાસ પળોના વીડિયો
આ પણ વાંચો:કિયારા-સિદ્ધાર્થના લગ્નની પહેલી તસવીર આવી સામે, ‘અમારું કાયમી બુકિંગ થઈ ગયું’ સોશિયલ મીડિયા પર વાયરલ
