મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. કેમેરામાં કેદ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે પહેલા પાંચ કૂતરા ચાર વર્ષની બાળકીનો પીછો કરે છે. ત્યારે એક કૂતરાએ છોકરીનો હાથ મોઢામાં પકડીને તેને નીચે પાડી દે છે. જે પછી બધા કૂતરા તેના પર તૂટી પડ્યા અને તેને નોંચવા લાગ્યા.
આ પણ વાંચો – Covid-19 / વૈશ્વિક સ્તરે કોરોનાનો ગ્રાફ હવે ચિંતામાં કરી રહ્યો છે વધારો, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં અધધ નવા કેસ નોંધાયા
ભોપાલમાં કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અંજલિ વિહાર કોલોની ફેઝ-1માં બાળકીને 5 રખડતા કૂતરાઓએ નોંચી ખાવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીને તેના માથા, કાન અને હાથ પર ઊંડા ઘા થયા હતા. ચહેરાની સાથે પેટ, કમર અને ખભા પર પણ ઈજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના શનિવારે સાંજે 4.15 કલાકની હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. દમોહનાં રહેવાસી માસૂમનાં પિતા રાજેશ બંસલ મજૂરી કામ કરે છે. શનિવારે સાંજે તેમની ત્રણ વર્ષની પુત્રી ગુડ્ડી ઘરની નજીક રમી રહી હતી ત્યારે કૂતરાઓનાં ટોળાએ બાળકી પર હુમલો કર્યો હતો. યુવતીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ કૂતરાઓએ તેને ઘેરી લીધી. કૂતરાઓ છોકરી પર ધસી આવ્યા અને તેને ખરાબ રીતે નોંચવા લાગ્યા. ત્યારે ત્યાંથી પસાર થતા એક સ્થાનિક યુવકે કૂતરાઓને ત્યાથી ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી હતી.
Horrific! Stray dogs mauled a 4 year old girl in Bhopal a passerby threw stones at the dogs and chased them away. The child has been hospitalized with severe injuries. pic.twitter.com/X4EyruZxra
— Anurag Dwary (@Anurag_Dwary) January 2, 2022
આ પણ વાંચો – સુરેન્દ્રનગર / નર્મદાનું પાણી રણમાં 17મી વખત 40 કિ.મી.માં ફરી વળતા ધારાસભ્ય રણમાં 3 કિ.મી.પાણી અને કાદવમાં ચાલીને અગરિયાની વ્યથા સમજી
આ વિસ્તારમાં કૂતરાઓએ હુમલો કર્યો હોય એવો આ પહેલો કિસ્સો નથી, આ પહેલા પણ ભોપાલનાં કોલાર, તુલસી નગર, અયોધ્યા નગર, કરોંદ સહિત અનેક વિસ્તારોમાં કૂતરાઓનાં હુમલાનાં અહેવાલો સામે આવ્યા છે. અંજલિ વિહાર ફેઝ-2માં પણ કૂતરાઓનો આતંક છે. આ અંગે લોકોએ મહાનગરપાલિકાને ફરિયાદ કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
