પટના,
બિહારમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યભરમાં ભારે નુકશાન થવા પામ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠેર-ઠેર પાણી ભરવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં રાજધાની પટનામાં આવેલી નાલંદા મેડિકલ કોલેજ પણ બાકાત નથી, જ્યાં હોસ્પિટલમાં ઘુટણ સમા પાણી ભરાયા છે.
નાલંદા મેડિકલ કોલેજમાં ભરાયેલા પાણીના કારણે જે તસ્વીરો સામે આવી છે તે જોઇને તમે ચકિત થઇ શકો છો. આ મેડિકલ કોલેજના બહાર તથા અંદરના ભાગમાં પાણી જ પાણી છે. સાથે સાથે આ પાણી ભરવાના કારણે હોસ્પિટલની ICU પણ બાકાત રહ્યું નથી.
#WATCH: Fish seen in the water logged inside the Intensive Care Unit (ICU) of Nalanda Medical College Hospital (NMCH) in Patna following heavy rainfall in the city. #Bihar pic.twitter.com/oRCnr6f0UJ
— ANI (@ANI) July 29, 2018
ICUમાં ઘુસી આવેલા વરસાદના કારણે સારવાર માટે આવેલા દર્દીઓ હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે તો બીજી બાજુ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ICUમાં વરસાદનું ગંદુ પાણી ઘુસી ગયું છે અને જાણે હોસ્પિટલમાં તરતું આઈસીયુ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ICUમાં એક તરફ દર્દીઓ બેડમાં છે તો બીજી બાજુ આ ગંદા પાણીમાં માછલીઓ તરી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલના ICU યુનિટમાં મોટા ભાગે ગંભીર બીમારીવાળા દર્દીઓને સારવાર અપાતી હોય છે. ત્યારે હવે સવાલો ઉભા થયા છે કે, રાજ્ય સરકાર સુશાસનમાં જયારે હોસ્પિટલ જ પોતે બીમાર છે, તો દર્દીઓને કેવી રીતે સ્વસ્થ થઇ શકશે.
