અમદાવાદમાં કાર ચાલકો બેફામ બન્યા છે. ગુરુવારે સવારે સીમ્સ હોસ્પિટલ નજીક હિટ એન્ડ રનના (Hit and Run) બનાવમાં દંપતીને ગંભીર ઇજા થઈ છે. બીએમડબલ્યુ કારચાલકે દંપતીને હડફેટે લીધા હતા. આ અકસ્માત પછી કારચાલક કારને દોઢ કિલોમીટર દૂર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારની તપાસ કરવામાં આવતા એક પાસબુકની સાથે દારૂની બોટલો પણ મળી આવી છે. પાસબુક પર સત્યમ શર્મા નામ લખેલું જોવા મળ્યું હતું.
અકસ્માતના પગલે દંપતીને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં (Hit and Run)ખસેડાયા છે. આ મામલે પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત પહેલી માર્ચે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ થયો હતો. સોલાની સીમ્સ હોસ્પિટલ પાસે થયેલી અકસ્માતમાં બીએમડબલ્યુ કારના કારચાલકે ફુલ સ્પીડે કાર ચલાવીને દંપતીને હડફેટે લીધા હતા.
આ મામલે એન ડિવિઝનની પોલીસે ભોગ બનનારા અમિતભાઈ દેવકીનંદન સિંઘલ (Hit and Run) (ઉંમર 44 વર્ષ)ની ફરિયાદ લીધી છે. અમિતભાઈ અને તેમની પત્ની મેઘાબેન બંનેને આ અકસ્માતમાં પગલના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. બીજી બાજુએ બીએમડબલ્યુ કારમાંથી પોલીસને દારુની બોટલો પણ મળી આવી હતી. તેની સાથે ચોંકાવનારી વાત એ છે કે કારની આગલી બેઠક પરતી ભાજપનો ખેસ મલી આવ્યો હતો.
અકસ્માત કરનારા કારચાલકનું નામ સત્યમ શર્મા છે જે અમદાવાદના જાણીતા બિલ્ડર શ્રીકૃષ્ણ શર્માનો દીકરો છે. સત્યમની કારમાંથી દારુની બોટલો પણ મળી આવી હતી, જેથી એવું પણ માની શકાય કે અકસ્માત સમયે સત્યમ દારુ પીને કાર ચલાવતો હશે. સત્યમના ફેસબૂક-ઇન્સ્ટા પ્રોફાઇલ ચેક કરતા જાણવા મળ્યું છે કે તે જાહોજલાલીભરી જિંદગી જીવે છે. તેની પાસે અનેક કારનું કલેકશન છે. સત્યમે તેના કેટલાય કાર સ્ટન્ટ કરતા વિડીયો ફેસબૂક પર અપલોડ કર્યા છે. તેની પાસે બીએમડબલ્યુ ઉપરાંત અનેક વૈભવી કારનું કલેકશન છે. તે 2016થી આરએસએસ સાથે જોડાયેલો છે.
આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી અગ્રાવતે જણાવ્યું હતું કે (Hit and Run)કારની અંદરથી દારુની અડધી બોટલ મળી આવી છે, જે સંદર્ભે અમે ગુો દાખલ કર્યો છે અને કારચાલકને પકડવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. અમદાવાદમાં સરકારે રસ્તા બનાવ્યા એટલે કારચાલકોએ તેને જાણે રેસિંગ ટ્રેક બનાવી દીધા છે. આ જોતા તે સ્પષ્ટપણે મનાય છે કે કારચાલક રીતસરનો દારૂના નશામાં કાર ચલાવતો હતો તે વાત પુરવાર થઈ છે. તેમા પણ નવાસવા પૈસાદાર બનેલાઓના નબીરાઓ રસ્તાને રેસિંગ ટ્રેક અને પોતાને ફોર્મ્યુલા વનના ડ્રાઇવર સમજે છે. તેઓ રીતસરની રેસ લગાવીને બીજા વાહનચાલકો માટે માથાનો દુઃખાવો સર્જે છે. તેની સાથે રસ્તે ચાલતા જનારાઓ માટે આ કારચાલકો યમદૂત બનીને આવે છે.
આશ્ચર્યની વાત એ છે કે આટઆટલા પોલીસ પેટ્રોલિંગ છતા પણ બેફામ રીતે કાર ચલાવતા આ નબીરાઓ સુધરતા નથી. બાપના પૈસે ઐયાશી કરતા આ કારચાલકોને તેમની સ્પીડ આગળ બીજાના જીવનની કોઈ કિંમત લાગતી નથી. શું અમદાવાદની પોલીસ આ રીતે બેફામ કાર ચલાવનારા નબીરાઓને પદાર્થપાઠ શીખવાડવા કોઈ ડ્રાઇવ શરૂ કરશે ખરી.
આ પણ વાંચોઃ મહિલા ઉમેદવાર/ નાગાલેન્ડ શું પહેલી વખત મહિલા ધારાસભ્ય ચૂંટશે?
આ પણ વાંચોઃ Tripura Change/ ત્રિપુરામાં પાસુ પલ્ટાયુઃ ભાજપને બહુમતીથી હાથવેંતનું છેટુઃ ટિપરા મોર્થાનો જબરજસ્ત દેખાવ
આ પણ વાંચોઃ Heat Wave/ આ વર્ષે માર્ચથી શરૂ થશે હીટ વેવઃ ફેબ્રુઆરીમાં ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી
