Maharashtra : EDએ શનિવારે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ NCP નેતા હસન મુશ્રીફને સમન્સ મોકલ્યું છે. સુગર મિલ ભ્રષ્ટાચાર કેસમાં હસન મુશ્રીફને સોમવારે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં, EDએ શનિવારે કોલ્હાપુરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મુશરફના નિવાસસ્થાન પર પણ દરોડા પાડ્યા છે.
શનિવારે સવારે EDના પાંચથી છ અધિકારીઓની(Maharashtra )ટીમે કોલ્હાપુર જિલ્લાના કાગલમાં મુશ્રીફના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેમ્પસની બહાર સ્થાનિક પોલીસકર્મીઓ પણ તૈનાત હતા. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ સર સેનાપતિ સંતાજી ઘોરપડે સુગર મિલ્સ અને અપ્પાસાહેબ નલવડે ગઢિંગલાજ તાલુકા કોઓપરેટિવ સુગર મિલ તેમજ કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની કામગીરીના ધિરાણના સંબંધમાં મુશ્રીફ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જેમાં મુશ્રીફ ચેરમેન છે.
છેલ્લા બે મહિનામાં EDના અધિકારીઓ દ્વારા (Maharashtra )મુશ્રીફના ઘરે આ ત્રીજો દરોડો હતો. હસન મુશરીફની પત્ની સાયરા મુશરીફે ED અધિકારીઓના દરોડા સંદર્ભે કહ્યું કે, તેઓ અમારા ઘરની ફરી તપાસ કેમ કરી રહ્યા છે. મારા પતિ લોકો માટે કામ કરે છે તો સરકાર આવું કેમ કરી રહી છે. કોલ્હાપુરના કાગલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મુશ્રીફ એમવીએ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેઓ પશ્ચિમ મહારાષ્ટ્રના પક્ષના વરિષ્ઠ નેતાઓમાંના (Maharashtra )એક છે અને એનસીપી વડા શરદ પવારના નજીકના વિશ્વાસુ અને વફાદાર છે. તેમનો મતવિસ્તાર કાગલ, જ્યાંથી તેઓ 1999 થી પાંચ વખત ચૂંટાયા છે, શેરડીથી સમૃદ્ધ છે અને રાજ્યના સૌથી સમૃદ્ધ પ્રદેશોમાંનો એક છે. દરોડા પર પ્રતિક્રિયા આપતા, એનસીપીના નેતા અને પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે જણાવ્યું હતું કે દરોડાની યોજના વિરોધ પક્ષના નેતાને નિશાન બનાવવા માટે કરવામાં આવી હતી. આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં છે અને કોર્ટે મુશ્રીફને રાહત આપી છે. તે પછી પણ ED દરોડા પાડી રહી છે જે અનૈતિક છે.
