Student suicide/ અમદાવાદમાં સ્કૂલ સંચાલકોએ હોલ ટિકિટ ન આપતા દસમા ધોરણના વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદની અંદર જ એક સ્કૂલમાં સ્કૂલના સત્તાવાળાઓની દાદાગીરી એટલી બધી છે કે ઓછી હાજરીનું બ્હાનું કાઢીને વિદ્યાર્થીને દસમા ધોરણના હોલની ટિકિટ ન આપતા તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

Top Stories Ahmedabad
અમદાવાદઃ સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણય અને વાસ્તવિકતા Student Suicide વચ્ચે કેટલો ફેર હોય છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ સંજોગોમાં હોલની ટિકિટ આપતા અટકાવી શકાશે નહી, પણ અમદાવાદની અંદર જ એક સ્કૂલમાં સ્કૂલના સત્તાવાળાઓની દાદાગીરી એટલી બધી છે કે ઓછી હાજરીનું બ્હાનું કાઢીને વિદ્યાર્થીને દસમા ધોરણના હોલની ટિકિટ ન આપતા તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. સ્કૂલના આ વલણથી તેનું સમગ્ર કુટુંબ હતપ્રભ બની ગયું છે અને હતપ્રભ બની ગયેલા Student Suicide વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો.
અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલી સ્કૂલે દસમા ધોરણના વિદ્યાર્થીને Student Suicide ટિકિટ ન આપતા આપઘાતની કોશિશની ચોંકાવનારી ઘટના બની છે. આ વિદ્યાર્થીએ રવિવારે સાંજે વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશનના ટ્રેક પર જઈ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સ્થાનિકોની સમયસૂચકતાથી તે બચી ગયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કુટુંબના નજીકના સભ્યએ જણાવ્યું હતું કે તેનું કુટુંબ પોલીસ સ્ટેશને પહોંચ્યું છે અને દસમા ધોરણની હોલની ટિકિટ ન આપનારા સ્કૂલ સત્તાવાળાઓ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સોલા વિસ્તારમાં રહેતો આ વિદ્યાર્થી Student Suicide નજીકમાં આવેલી એક સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. આગામી 14 માર્ચના રોજ દસમા ધોરણના બોર્ડની પરીક્ષા આવી રહી છે. આ સંજોગોમાં વિદ્યાર્થીની હાજરી ઓછી હોવાનું કહીને સ્કૂલ તંત્રએ તેને હોલ ટિકિટ આપી ન હતી. તેના લીધે વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. વિદ્યાર્થી અને તેનું કુટુંબ એટલી હદે ચિંતામાં મૂકાઈ ગયું હતું કે તે અવઢવમાં હતુ.
આ જ ડિપ્રેશન હેઠળ વિદ્યાર્થી રવિવારે સાંજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. Student Suicide તેણે રેલ્વે ટ્રેક પર જઈ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આસપાસના લોકોની સમયસૂચકતાના લીધે તે બચી ગયો હતો. તેઓએ ઘટનાની જાણ કુટુંબને કરી હતી. વિદ્યાર્થીની સ્થિતિ યોગ્ય લાગતી ન હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કુટુંબે તેને સાંત્વના અપાવી સારવાર કરાવી હતી.
આ અંગે કુટુંબના અંગત સભ્યએ જણાવ્યું હતું કે દસમા ધોરણના સગીર વિદ્યાર્થીને Student Suicide સ્કૂલ સંચાલકોએ હોલ ટિકિટ ન આપતા તે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને આ સ્થિતિમાં આત્મહત્યાનું પગલું ભરવા રેલ્વે ટ્રેક પર પહોંચી ગયો હતો. પણ સદનસીબે આસપાસના લોકોએ બચાવી લીધો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જઇશું તેમ જણાવ્યું હતું. પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે હજી સુધી કોઈ ફરિયાદ ન આવી હોવાનું પોલીસે કહ્યું છે.