Not Set/ કસરત કરતી મહિલા પર નિયત બગડતા પુરુષે કરી આ ગંદી હરકત

દુનિયાભરમાં પુરુષોથી ખભાથી ખભા મેળવી ચાલતી મહિલાઓ શું આજે પણ સુરક્ષિત છે, શું આજે પણ તેમના પ્રત્યે પુરુષોને માન,સન્માન છે? આવા ઘણા સવાલો આજે પણ સમયે સમયે ઉભા થતા રહે છે. આપણા દેશમાં મહિલાઓને લઇને પુરુષોની માનસિકતા પર ઘણીવાર ચર્ચા થતી રહે છે પરંતુ આપને જણાવી દઇએ કે, મહિલાઓ સામે જાતીય સતામણીનો મુદ્દો માત્ર ભારતમાં […]

Top Stories World

દુનિયાભરમાં પુરુષોથી ખભાથી ખભા મેળવી ચાલતી મહિલાઓ શું આજે પણ સુરક્ષિત છે, શું આજે પણ તેમના પ્રત્યે પુરુષોને માન,સન્માન છે? આવા ઘણા સવાલો આજે પણ સમયે સમયે ઉભા થતા રહે છે. આપણા દેશમાં મહિલાઓને લઇને પુરુષોની માનસિકતા પર ઘણીવાર ચર્ચા થતી રહે છે પરંતુ આપને જણાવી દઇએ કે, મહિલાઓ સામે જાતીય સતામણીનો મુદ્દો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનાં ઘણા દેશોમાં આ એક જટિલ સમસ્યા બની ગયો છે.

તાજેતરમાં બનેલી એક ઘટના દક્ષિણ આફ્રિકાનાં સ્ટૈલેનબોશથી સામે આવી રહી છે. અહીનાં વેસ્ટર્ન કેપનાં વિસ્તારનાં એક જીમમાં કસરત કરતી મહિલાની નજીક એક માણસ તેના શોર્ટ્સમાં માસ્ટરબેટ કરતો જોવા મળ્યો હતો. આરોપી વ્યક્તિ મહિલાથી માત્ર થોડા ફૂટ દૂર જમીન પર બેઠો હતો, જ્યાં તેણે આ ઘૃણાજનક કાર્ય કરવાનું શરૂ કર્યુ હતું. માસ્ટરબેટ કરતી વખતે, તે માણસ તેના ફોનમાં કંઈક જોઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. માણસને આ ખરાબ વર્તન કરતા, જીમમાં કસરત કરી રહેલા અન્ય લોકો જોઇ ગયા અને તેનો ફોટો મોબાઇલમાં લઇ લીધો. જેને લોકોએ સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરી દીધો હતો. જો કે, ફોટોમાં વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો, તેના ફોટાને બ્લર કરવામાં આવ્યો છે, જેના કારણે તેને ઓળખી શકાયો નહીં.

સોશિયલ મીડિયામાં વાયરલ આ ફોટોને જોઇ લોકોનું કહેવુ છે કે, તેના ચહેરાને વાયરલ કરવામાં આવે.આ માણસની ગંદી હરકત સામે આવતા વેસ્ટર્ન કેપમાં આવેલા જીમે તે વ્યક્તિ પર આજીવન બેન લગાવી દીધો છે. આપ ફોટોમાં જોઇ શકો છો કે કસરત કરતી મહિલાની નજીક મેટ પર બેઠેલો આ પુરુષ લાલ રંગનું કપડુ પહેરી પોતાના શોટ્સમાં હાથ નાખી ખરાબ હરકત કરી રહ્યો છે. આ અંગે જીમનાં પ્રવક્તા દ્વારા એક નિવેદન સામે આવ્યુ જેમા તેમણે કહ્યુ કે, અહી આરોપીને મળી રહેલી દરેક સેવાઓ પર આજીવન બેન લગાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહિલા પ્રત્યે માત્ર ભારતમાં જ નહી પણ અન્ય દેશોમાં પણ માનસિકતા એક સરખી જ દેખાઇ રહી છે ત્યારે હવે પ્રશ્ન બન્યો છે કે શું મહિલાઓ આવી ખરાબ માનસિકતા ધરાવતા પુરુષોની વચ્ચે સુરક્ષિત છે ખરા?