અમદાવાદઃ હવામાન પલટાવવાના લીધે Weather Change ગુજરાતમાં જાણે ભર ઉનાળે ચોમાસુ બેસ્યુ હોય તેવી પરિસ્થિતિ છે. ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ્યાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ તો માર્ચમાં જુલાઈ જેવું વાતાવરણ બની ગયું છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ગુરુવારે પણ રાજ્યના અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. Weather Change સપ્તાહના અંતિમ દિવસોમાં પણ માવઠાની પૂરેપૂરી સંભાવના છે. વરસાદી વાતાવરણ બનવાથી તાપમાનમાં પણ ઘટાડો નોંધાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વાતાવરણમાં ફેરફાર થવાની સાથે જ રાજ્યના કેટલાય વિસ્તારોમાં Weather Change કરા પડવાની આગાહી કરવામાં આવી હતી. સુરત જિલ્લાના કેટલાક ભાગોમાં કરા પડી ચૂક્યા છે. આજે પણ રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તોરમાં હવામાનમાં મોટાપાયા પર પલ્ટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમા સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણદાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્ર તેમ રાજકોટ ભાવનગરની સાથે બોટાદમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના Weather Change હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ ઉપરાંત શુક્રવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાક અંગે યોગ્ય પગલાં લેવા કહેવાયું છે. તેમા તૈયાર પાક હોય તો તે લઈ લેવાના Weather Change પણ દિશાનિર્દેશો કરાયા છે.
જ્યારે વીકેન્ડમાં સાબરકાંઠા, બનાસકાંઠા, ડાંગ, તાપી, પાટણ અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગરમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પણ આગામી દિવસોમાં માવઠાએ વિદાય લીધા પછી આકરી ગરમી પડવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં ગઇકાલે એટલે કે બુધવારે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો Weather Change પારો 38 ડિગ્રી રહ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપાનનો પારો મોટાભાગના વિસ્તારોમાં 25 કે તેનાથી ઉપર હતો. જ્યારે 39 ડિગ્રીના મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી ગરમ શહેર હતું. આમ માવઠું પૂરુ થયા પછી તાપમાનનો પારે સમગ્ર રાજ્યમાં ઉચકાવવાનો છે. જો કે લૂની ચેતવણી તો એપ્રિલમાં જ જારી થશે તેમમાનવામાં આવે છે.
રાજ્યના અમદાવાદ સહિત ગાંધીનગર, ભુજ, કંડલા, અમરેલી, પોરબંદર, રાજકોટ, કેશોદ, ડીસા, વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને દમણમાં મહત્તમ તાપમાન ઘટ્યું છે. બુધવારની આગાહીમાં બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં વધારા બાદ ઘટાડાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Sabarkantha Triple Murder/ સાબરકાંઠામાં ચકચારજનક ત્રિપલ મર્ડરઃ પોલીસ પણ સ્તબ્ધ
આ પણ વાંચોઃ Husband Killed Wife/ નડિયાદમાં પતિએ જ પત્નીની જાહેરમાં હત્યા કરી, પાછો કહે છે કોઈ અફસોસ નથી
આ પણ વાંચોઃ Dowry Death/ દહેજના ખપ્પરમાં વધુ એક મહિલા હોમાઈઃ સુરતની પરીણિતાએ લગ્નતિથિએ જ મોતનો અંતિમ ‘ફેરો’ ફર્યો
