Khalistan Supporters Protest/ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોએ કર્યો ભારે હોબાળો

વારસ પંજાબ ડી ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પર પંજાબ પોલીસની કાર્યવાહી બાદ બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે

Top Stories World

Britain Khalistan Supporters Protest:  વારસ પંજાબ ડી ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પર પંજાબ પોલીસની કાર્યવાહી બાદ બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની બહાર અસામાજિક પ્રવૃત્તિના સમાચાર છે. ખાલિસ્તાનના સમર્થકો દ્વારા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતે દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે.ભારતમાં બ્રિટિશ રાજદૂત એલેક્સ એલિસે હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હંગામાની નિંદા કરી છે. તેણે ટ્વીટ કર્યું કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે હું બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનના લોકો અને પરિસરમાં આજના શરમજનક કૃત્યની નિંદા કરું છું.

લંડનમાં ભારતીય હાઈ કમિશન(Britain Khalistan Supporters Protest) સામે અલગતાવાદી અને ઉગ્રવાદી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા ભારતે યુકેના વરિષ્ઠ રાજદ્વારીને નવી દિલ્હીમાં બોલાવ્યા હતા. બ્રિટિશ સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરી માટે ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેણે આ તત્વોને હાઈકમિશન પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.

ભારત વતી એવું કહેવામાં આવ્યું હતું કે બ્રિટનમાં (Britain Khalistan Supporters Protest) ભારતીય રાજદ્વારી પરિસર અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે યુકે સરકારની ઉદાસીનતાને ભારત અસ્વીકાર્ય માને છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યુકે સરકાર આજની ઘટનામાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ, ધરપકડ અને કાર્યવાહી કરવા માટે તાત્કાલિક પગલાં લેશે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે મજબૂત પગલાં લેશે.ખાલિસ્તાનના સમર્થકો દ્વારા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતે દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છેભારતમાં બ્રિટિશ રાજદૂત એલેક્સ એલિસે હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હંગામાની નિંદા કરી છે. તેણે ટ્વીટ કર્યું કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે હું બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનના લોકો અને પરિસરમાં આજના શરમજનક કૃત્યની નિંદા કરું છું.

advisory/સંયુક્ત કિસાન મોરચાની આવતીકાલે રેલી, પોલીસ એલર્ટ

વાર-પલટવાર/કોંગ્રેસનું ટ્વિટ,’સાવરકર સમજે કયા,રાહુલ ગાંધી નામ હૈ,કેન્દ્રિયમંત્રી કિરણ રિજ્જુએ કર્યો પલટવાર

World Happiness Report/આ છે દુનિયાના 10 સૌથી ખુશહાલ દેશ,જાણો ભારતનું સ્થાન ક્યાં…