- રાજકોટ: જાવરીમલ બિશ્નોઈનો આપઘાત
- ચોથા માળેથી કર્યો આપઘાત
- ગઈકાલે CBIએ કરી હતી અટકાયત
- લાંચ લેતા પકડાયા હતા જોઈન્ટ DGFT
- રૂપિયા 5 લાખની લાંચ લેતા પકડાયા હતા
રાજકોટમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. જણાવીએ કે, CBI દ્વારા ગઈકાલે છટકું ગોઠવીને આરોપી અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓ CBIની કસ્ટડીમાં હતા. એવામાં અચાનક ચોથામાળેથી તેઓ કૂદીને આપઘાત કરી લેતા પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે.
જાવરીમલ બિશ્નોઈએ આપઘાત કરતાં તેમના પરિવારે CBI પર આરોપ લગાવ્યા છે. જ્યારે મૃતકના પરિવારે CBIના અધિકારી પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. બિશ્નોઇએ આપઘાત કરી લેતાં તેમના પરિવારે હોબાળો મચાવ્યો છે. જ્યારે મળતી માહિતી અનુસાર, પકડાયેલા અધિકારીને તપાસ માટે લઇ જવાયા હતા.
શું હતો મામલો?
ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટે અરજી કરવામાં આવી હતી. આ માટે તેમણે જરૂરી દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલો ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ઓફિસમાં જમા કરી હતી. જોકે ફોરેન ટ્રેડના અધિકારી DGFT દ્વારા NOC આપવા માટે રૂ.9 લાખની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ ફૂડકેનની નિકાસ માટે બેંકમાંથી 50 લાખની ગેરંટી લીધી હતી એવામાં તેને નિકાસ માટે NOC જરૂરી હતી.આથી તેણે અધિકારી જાવરીમલ બિશ્નોને પ્રથમ હપ્તા પેટે રૂ. 5 લાખ આપી દેશે એમ જણાવ્યું હતું.
રાજકોટ શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે ફરિયાદી આરોપી જાવરીમલને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જાવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા. હાલ CBI દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીની રાજકોટ અને તેના વતન સહિત ઓફિસ અને ઘર પર સર્ચ ચલાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ખેરાલુમાં રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત
આ પણ વાંચો:ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા
આ પણ વાંચો:કાર્યક્રમ અધુરો છોડીને ગૃહરાજ્ય મંત્રી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોચ્યા, અનેક તર્ક વિતર્ક
આ પણ વાંચો:કેશોદમાં ફિનાઈલ પીને 3 શ્રમિકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કહ્યું – અમારી જોડે ખોટી ખંડણી કરાય છે
આ પણ વાંચો:હવે આ ખાસ સુવિધા પર તૈયાર થશે શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ અને જમવાનું
