Bengal Chief Minister: રામ નવમીના અવસર પર દેશના અનેક ભાગોમાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસા પર પરોક્ષ રીતે ભાજપ પર પ્રહારો કર્યા અને એમ પણ કહ્યું કે આવું કરવાની હિંમત કેવી રીતે થાય છે.હાવડામાં ‘રામનવમી શોભાયાત્રા’ દરમિયાન અથડામણમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હંગામા બાદ પોલીસકર્મીઓએ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. આ પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન આવ્યું છે.
#WATCH | West Bengal: Police personnel conduct flag march after ruckus during ‘Rama Navami’ procession in Howrah where several vehicles were torched. pic.twitter.com/W845mdQQnQ
— ANI (@ANI) March 30, 2023
ભાજપનું નામ લીધા વિના (Bengal Chief Minister) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “તેઓ (ભાજપ) કોમી રમખાણોનું સંચાલન કરવા માટે રાજ્ય બહારથી ગુંડાઓને બોલાવે છે.” કોઈએ તેમના સરઘસને અટકાવ્યા નથી પરંતુ તેમને તલવારો અને બુલડોઝર સાથે કૂચ કરવાનો અધિકાર નથી. હાવડામાં આવું કરવાની તેમની હિંમત કેવી રીતે થઈ?
ઉલ્લેખનીય છે કે બંગાળના હાવડામાં આ વર્ષે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હંગામો અને હિંસાની ઘટનાઓ સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાવડાના શિવપુર પોલીસ સ્ટેશન હેઠળના કાઝીપાડા વિસ્તારમાં ગુરુવારે સાંજે જ્યારે રામ નવમીનું સરઘસ મુસ્લિમ બહુલ ટાઉનશિપમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે
પથ્થરમારો બાદ બંને સમુદાયના લોકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર વાતાવરણ ડોહલાયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ દરમિયાન બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ સાથે અનેક દુકાનોમાં તોડફોડના પણ સમાચાર છે. ઘટના બાદ સ્થિતિને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે
