બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) ના લગ્નના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આજે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સવારે મુંબઈ પહોંચી ગયા છે, પ્રિયંકા ચોપરા તેમના લગ્નના સમાચાર વચ્ચે આખા પરિવાર સાથે મુંબઈ આવી છે. પરિણીતી અને રાઘવને ફરી એકવાર એકસાથે જોઈને બંનેના રોકા થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ખૂબ જ જલ્દી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની રોક સેરેમની થઇ શકે છે. જેમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ સામેલ થશે.
પ્રિયંકા ચોપરા પુત્રી માલતી સાથે ભારત આવી
બોલિવૂડમાંથી ગ્લોબલ એક્ટ્રેસ બની ગયેલી પ્રિયંકા ચોપરા 31મી માર્ચે પોતાની દીકરી માલતીને પહેલીવાર ભારત લઈને આવી છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસના ભારતમાં આગમનથી, એવી અટકળો ચાલી રહી છે કે તે તેના પરિવાર સાથે માત્ર તેની પિતરાઈ બહેન પરિણીતી ચોપરાના લગ્નમાં હાજરી આપવા માટે જ દેશમાં પરત ફર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પરિણીતી ચોપરા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ક્યારે લગ્ન કરે છે.
New Couple Parineeti Chopra & Raghav Chaddha reached Mumbai, Priyanka Chopra already in town with her family. Rumours are high about Pari & Raghav's wedding. #parineetichopra #RaghavChadha #raghav_chaddha #परिणीति pic.twitter.com/ftYq0pBOk2
— Namrata Dubey (@NamrataforNews) April 2, 2023
પરિણીતી મનીષ મલ્હોત્રાનો આઉટફિટ પહેરશે
‘ઈશકઝાદે’ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર પરિણીતી ચોપરા લગ્નના અહેવાલો વચ્ચે બોલીવુડના પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર ઘણી વખત જોવા મળી હતી. જે બાદ એવું લાગે છે કે પરિણીતી તેના લગ્નના આઉટફિટ મનીષ મલ્હોત્રા દ્વારા જ ડિઝાઈન કરી રહી છે. આપને જણાવી દઈએ કે કિયારા અડવાણી અને આલિયા ભટ્ટે પણ તેમના લગ્નમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ્સ પહેર્યા હતા. પરિણીતી તેના લગ્નમાં સાડી પહેરશે કે લહેંગા, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
આ પણ વાંચો:સલમાન ખાન માટે વધુ એક મુશ્કેલી? પત્રકાર સાથે મારપીટ કેસમાં આ તારીખે આવશે નિર્ણય
આ પણ વાંચો:અભિનેત્રી નીલુ કોહલીના પતિનું નિધન, બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળ્યા હતા હરમિન્દર સિંહ
આ પણ વાંચો:અભિનેત્રી પૂજા ભટ્ટને થયો કોરોના, લોકોને માસ્ક પહેરવાની કરી અપીલ
આ પણ વાંચો:ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષે નિધન, અનેક સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ
આ પણ વાંચો:અજય દેવગનના કારણે ‘નાટુ નાટુ’ને મળ્યો ઓસ્કાર, ‘ભોલા’ અભિનેતાએ કહ્યું- જો હું એ ગીતમાં…’
