ઐતિહાસિક શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢના માંચી ડુંગર ઉપર પથ્થરની શિલાઓથી બનાવવામાં આવેલ શ્રધ્ધાળુઓના વિસામાની મઢૂલી એક સપ્તાહ પૂર્વે ધરાશાયી થઈ હોવાની સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં એક શ્રધ્ધાળુ મહિલાનું મોત નીપજ્યું હતું.
૧૦ જેટલા શ્રધ્ધાળુઓને લોહી લુહાણ કરી દેનારા આ દુર્ઘટનાનો તપાસ અહેવાલ તૈયાર થાય આ પૂર્વે જ શ્રધ્ધાળુઓ માટે નો-એન્ટ્રી સાથે પોલીસ બંદોબસ્તમાં કેદ એવી વધુ બે વિસામાની મઢૂંલીઓ બપોર બાદ અચાનક ધરાશાયી થઈ જતા સમગ્ર યાત્રાધામ પાવાગઢમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
જો કે એક સપ્તાહ પૂર્વે મઢૂંલી ધરાશાયીની સર્જાયેલ ગોઝારી દુર્ઘટના બાદ શ્રધ્ધાળુઓ વિસામાઓમાં ના જાય આ પોલીસ તંત્ર દ્વારા S.R.P. બંદોબસ્ત મૂકીને ફરમાવેલા પ્રવેશબંધીના પગલે એકપણ શ્રધ્ધાળુને જાનહાનિ પહોંચી નથી.!!
પાવાગઢ માંચી ખાતે બરાબર એક સપ્તાહ પૂર્વે પથ્થરોની ભારેખમ શિલાઓ માંથી શ્રધ્ધાળુઓના વિસામાઓ માટે બનાવવામાં આવેલ કલાત્મક મઢૂંલી ધરાશાયી થઈ હોવાની લોહિયાળ કરુણાતિકા સામે પંચમહાલ કલેક્ટર આશિષ કુમાર દ્વારા તપાસોના આદેશ આપીને હાલોલ આર એન્ડ બી કચેરીના ડે.ઇજનેરને વહેલી તકે તપાસનો અહેવાલ સુપ્રત કરવાનું જણાવ્યું હતું.
આ દુર્ઘટનાની તપાસનો અહેવાલ તૈયાર થાય આ પૂર્વે જ દુર્ઘટના સ્થળની બાજુમાં આવેલ વધુ બે પથ્થરની મઢૂંલીઓના વિસામાઓ બપોર બાદ અચાનક ધડાકા સાથે ધરાશાયી થઈ જતા યાત્રાધામ પાવાગઢમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.!!
Reporter Mohsin
