ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને જણાવ્યું છે કે તે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં રમશે કે નહીં. આ સાથે જ ICC પ્રમુખ ગ્રેગ બાર્કલે અને CEO જ્યોફ એલાર્ડિસ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વન ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે લાહોર પહોંચ્યા છે.
પીસીબીના પ્રમુખ નજમ સેઠી એ સ્પષ્ટ કર્યું કે, જો ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રવાસે નહીં જાય તો તેમની ટીમ પણ વન ડે વર્લ્ડ કપ માટે ભારત રમવા નહીં જાય. આ બાદ ICCના ટોચના અધિકારીઓએ પાકિસ્તાનના પ્રવાસે જવું પડ્યું હતું. સૂત્રએ જણાવ્યું કે “આઈસીસીના પદાધિકારીઓ પીસીબી અને બીસીસીઆઈ વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એશિયા કપ અને વર્લ્ડ કપ સાથે સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓને પણ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે,”
PCBના હાઇબ્રિડ મોડલથી ચિંતિત છે BCCI
સુત્રોના જણાવ્યા પ્રમાણે ICC અને વર્લ્ડ કપના યજમાન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) નજમ સેઠીના હાઇબ્રિડ મોડલને લઇને ચિંતિત છે. સેઠીએ વર્લ્ડ કપ પહેલા એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલનું સૂચન કર્યું છે, પરંતુ અધિકારીઓ ચિંતિત છે કે જો પ્રાદેશિક સ્પર્ધા માટે આ મોડલ સ્વીકારવામાં આવશે, તો PCBને ભારતમાં પાકિસ્તાન રમવા પર ICCના પ્રશ્નોનો સામનો કરવો પડશે અને વર્લ્ડ કપમાં પણ આ મોડલ લાગુ કરવા માટે કહી શકે છે..
PCB તેની મેચો તટસ્થ સ્થાને કરાવવા માંગે છે
નજમ સેઠીએ પહેલા જ સંકેત આપી દીધો છે કે જો પાકિસ્તાન સરકાર સુરક્ષા કારણોસર ટીમને ભારત મોકલવાની મંજૂરી નહીં આપે તો PCB ICCને પાકિસ્તાનની મેચ તટસ્થ સ્થાને કરાવવાનું કહેશે.સુત્રોના જણાવ્યા અનુસાર, ICC અને BCCI એવી સ્થિતિ નથી ઇચ્છતા જેના કારણ તેની અસર -પાકિસ્તાનની મેચ અને ટૂર્નામેન્ટની સફળતા પર પડે.
હાઇબ્રિડ મોડલમાં ભારતની મેચ તટસ્થ સ્થાન પર
પાકિસ્તાનના હાઇબ્રિડ મોડલના પ્રસ્તાવમાં એશિયા કપની ચાર મેચો પાકિસ્તાનમાં કરાવવા અને ભારતની તમામ મેચો તટસ્થ મેદાન પર યોજવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને BCCIના સચિવ જય શાહે સમર્થન આપ્યું ન હતું.
તો એશિયા કપ નહીં રમે પાકિસ્તાન!
પાકિસ્તાન એશિયા કપના યજમાન છે અને સેઠીએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે જો ટુર્નામેન્ટ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે યોજાય તો તેમની ટીમ સ્પર્ધામાં ભાગ લેશે નહીં.
આ પણ વાંચો :WTC 2023/WTC Final પહેલા ઓસ્ટ્રેલિયાની માઈન્ડ ગેમ શરુ , કોહલીની સફળતા પાછળના રહસ્યો ખોલ્યા
આ પણ વાંચો :ધોની-જાડેજા/ધોનીએ જાડેજાને ગોદમાં ઉઠાવ્યો, પ્રેક્ષકો અભિભૂત
આ પણ વાંચો :ધોની-આઇપીએલ-નિવૃત્તિ/શરીર સાથ આપે તો આગામી સીઝન ક્રિકેટ ચાહકોને ભેટ આપવા માટે રમવાની ઇચ્છાઃ ધોની
આ પણ વાંચો :પંડ્યા-ધોની/“જો મારે હારવું પડ્યું હોત તો…”: IPL ફાઇનલ હાર બાદ હાર્દિક પંડ્યાની એમએસ ધોનીને ભવ્ય શ્રદ્ધાંજલિ
