ગુજરાત પર તોળાઈ રહેલા બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.વડાપ્રધાનએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી. તેઓશ્રીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 15, 2023
ઉલ્લેખનીય છે કે ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. આ પછી વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ વળશે. જો કે તે પહેલા કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે પવનના કારણે વીજ થાંભલા અને વૃક્ષો પડી ગયાના ચિત્રો બહાર આવી રહ્યા છે. આ વિસ્તારોમાં વીજળી પણ બંધ થઈ ગઈ છે. ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને લઈને કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી દરેક લોકો એલર્ટ પર છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને હાલમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો ચક્રવાતથી પ્રભાવિત છે. આ 9 રાજ્યો છે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન
