કોરોના વાયરસ સંકટમાં પંજાબ સરકારે રાજ્યમાં લોકડાઉન અને કર્ફ્યુમાં 1 મે, 2020 સુધી વધારો કર્યો છે. પંજાબ પોલીસની ટીમ અલગ-અલગ સ્થળની દેખરેખ રાખી રહી છે જેથી કાયદાનું પાલન થાય. દરમિયાન, પંજાબનાં પટિયાલાથી રવિવારે બનેલી એક ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અહીં કર્ફ્યુ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં એએસઆઈનો હાથ કાપી નાખ્યો હતો અને બીજા ઘણા પોલીસ જવાનોને ઘાયલ કર્યા હતા. આ ઘટનાથી હવે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે, પંજાબનાં વરિષ્ઠ એડવોકેટ એચ.એસ. ફૂલકાએ આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે.
મીડિયા સાથે વાત કરતાં એચ.એસ. ફૂલકાએ કહ્યું હતું કે, મેં પંજાબ ડીજીપીને 2 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવા, 10 દિવસની અંદર સુનાવણી પૂર્ણ કરવા વિનંતી કરી છે. આરોપીને આજીવન કેદની સજા થવી જોઈએ, જેથી દેશભરમાં સંદેશ મોકલી શકાય. ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે લગભગ 6 વાગ્યે થયેલા આ હુમલામાં એક એએસઆઈનું કાંડુ કાપવામાં આવ્યુ હતુ, જ્યારે પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ બિક્કરસિંહ અને અન્ય એકને ઈજા થઈ હતી.
I have requested Punjab DGP that a chargesheet be filed within 2 days, trial be completed within 10 days. The accused should be awarded life imprisonment so that a message is sent across the nation: Senior advocate HS Phoolka on Punjab ASI’s hand chopped off in Patiala, Punjab pic.twitter.com/MOizUH0ckD
— ANI (@ANI) April 12, 2020
જણાવી દઇએ કે, ચાર-પાંચ નિહંગોનું એક ટોળુ વાહન લઇને જઇ રહ્યું હતું અને લોકડાઉનને કારણે પોલીસે તેમને રોકવાનું કહ્યું. પટિયાલાનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક મનદીપસિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, “તેમને (કર્ફ્યુ) પાસ બતાવવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ પોતાની ગાડીથી દરવાજો અને ત્યા લાગેલા બેરિકેડને ટક્કર મારી દીધી હતી.” તેમણે કહ્યું કે આ પછી, આ લોકોએ ફરજ પરનાં પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
