Nagaland Landslide/ નાગાલેન્ડમાં ભૂસ્ખલનના કારણે બે લોકોના મોત,કારના થયા કચ્ચરઘાણ,જુઓ વીડિયો

નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેડિમા ખાતે મંગળવારે ના રોજ ભૂસ્ખલનને કારણે પહાડ પરથી પડેલા વિશાળ ખડકથી રસ્તા પર પાર્ક કરેલી એક કાર લગભગ સંપૂર્ણપણે કચડાઇ ગઈ હ

Top Stories India

નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેડિમા ખાતે મંગળવારે ના રોજ ભૂસ્ખલનને કારણે પહાડ પરથી પડેલા વિશાળ ખડકથી રસ્તા પર પાર્ક કરેલી એક કાર લગભગ સંપૂર્ણપણે કચડાઇ ગઈ હતી. નજીકમાં પાર્ક કરેલી અન્ય એક કાર પણ તેની લપેટમાં આવી ગઈ હતી. આંખના પલકારામાં એક મોટો પથ્થર સામે ઉભેલી બીજી કારને કચડી ગયો.જે કારમાં પહેલા પથ્થર પડ્યો હતો, તેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો પાંચ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો હેરાન કરે છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે.