વડોદરાઃ બાબા અમરનાથની યાત્રાએ Amarnath yatri ગયેલાં વડોદરાના વેમાલી ગામના માજી પંચાયત સભ્ય અસહ્ય ઠંડીનો સામનો કરી ના શકતા ‘કૈલાસધામ’માં ગયા છે. છેલ્લાં 6 વર્ષથી સતત બાબા અમરનાથની યાત્રાએ જતા માજી પંચાયત સભ્ય આ વખતે સાતમી વખત બાબા અમરનાથની યાત્રાએ ગયા હતા. માજી પંચાયત સભ્યનું યાત્રા દરમિયાન મોત થયું હોવાના સમાચાર પરિવારજનોને થતાં ઘેરા શોકમાં ઘરકાવ થઇ ગયા છે. તે સાથે ગામમાં પણ ગમગીની ફેલાઇ ગઇ છે.
વડોદરાના વેમાલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ મોહનભાઇ Amarnath yatri ભાટીયા પ્રતિવર્ષ હરણી ખાતેથી ચિમનભાઇ અમરનાથ યાત્રાની ટુર ઉપાડે છે તે ટુરમાં ગયા હતા. તેઓની સાથે વેમાલી ગામમાં રહેતા રમણભાઇ પરમાર તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવતી બે મહિલાઓ અને દુમાડ ગામના એક યાત્રાળુઓ પણ બાબા અમરનાથની યાત્રાએ ગયા છે.
વેમાલી ગામના માજી સરપંચ રાજેન્દ્રભાઇ ભાટીયા સહિત Amarnath yatri તેઓની બસના યાત્રીકો પહેલગાંવથી બાબાની ગુફા તરફ યાત્રા શરૂ કરી દીધી હતી. પરંતુ, વાતાવરણ સારું ના હોવાથી યાત્રીકોને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. પંચતરણીમાં ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બિમાર પડવાનું શરૂ થયું હતું. જેમાં વેમાલી ગામના રાજેન્દ્રભાઇ ભાટીયાની તબિયત બગડતા તેમનું મોત નીપજ્યું હતું.
મહત્ત્વનું છે કે, અમરનાથ યાત્રા દરમિયાન મોતને ભેટેલા Amarnath yatri રાજેન્દ્રભાઇ ભાટીયા વેમાલી ગામમાં સલુન ચલાવતા હતા. ઉપરાંત તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી હોમગાર્ડમાં પણ સેવા આપતા હતા. રાજેન્દ્રભાઇને પરિવારમાં પત્ની, બે દીકરી અને એક પુત્ર છે. ઉપરાંત ભાઇ-ભાભી સહિતનો બહોળો પરિવાર છે. વેમાલીના નિલેશભાઈ પટેલે જાણવ્યા અનુસાર રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થતાં તેમનો મૃતદેહ પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવશે. જે માટેની ઔપચારિકતાઓ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Jalpariksha/ અંતિમક્રિયા માટે અગ્નિપરીક્ષા નહી ‘જળપરીક્ષા’
આ પણ વાંચોઃ અમરનાથ યાત્રા/ હવામાનમાં સુધારો થતાં પહેલગામથી ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા, ત્રણ દિવસ માટે હતી સ્થગિત
આ પણ વાંચોઃ Kutch-Heavyrain/ કચ્છમાં સળંગ પાંચમાં વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ
આ પણ વાંચોઃ Espionage/ ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024/ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત, સાત જિલ્લાના પ્રભારી જાહેર
