હાલમાં રાજ્યમાં વરસાદ જે રીતે પડી Rain Second round રહ્યો છે તે જોતાં આ સપ્તાહમાં બીજો રાઉન્ડ પૂરો થવા સુધીમાં જ બધા જિલ્લાની સરેરાશ કાઢતા સીઝનનો 50 ટકા વરસાદ તો પડી જશે. હાલમાં 40 ટકા સુધીનો વરસાદ તો પડી ચૂક્યો છે. તેમા પણ કચ્છમાં તો હજી બીજો રાઉન્ડ પૂરો થયા પહેલા જ સીઝનનો સો ટકા વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં સીઝનનો સરેરાશ વરસાદ 1854 એમએનો હોય છે, હાલમાં 1900 એમએમથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સીઝનનો 66 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આમ હવે મેઘરાજાએ ઉત્તર અને મધ્ય ગુજરાતનો વારો કાઢ્યો છે.
ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ બાદ Rain Second round આજે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં હેત વરસાવી રહ્યા છે આજે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિતમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રોડ રસ્તા પર વરસાદી પાણી ફળી વળ્યા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી Rain Second round પડી હતી. રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી અત્યારસુધીમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે લુણાવાડામાં સાડા ત્રણ ઈંચ,
મોડાસામાં ત્રણ અને મહિસાગરના વિરપુરમાં પણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. તેમજ માણસાનું ઈટાદરા આખુ ગામ બેટમાં ફેરવાયું છે. આ ઉપરાંત બાગાવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી લોકોની હાલત કફોડી બની છે.
ઊંઝામાં સવારથી ધોધમાર વરસાદ Rain Second round પડી રહ્યો છે. જેથી ઊંઝામાં આવેલા બસ સ્ટોપમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી બસમાં બેસવા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઊંઝા શહેરમાં આવવા જવા માટે બનાવેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ હાઇવે પર આવેલ નાસ્તાની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું હતું.
સાબરકાંઠાના પ્રાંતિજ અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી Rain Second round રહ્યો છે. જેથી ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્દશ્યો સામે આવ્યાં છે. ખેતરોમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જિલ્લાના ઊંઝા, ખેરાલુ, મહેસાણા, વડનગર, વિજાપુર, વિસનગર અને સતલાસણામાં વરસાદ પડ્યો હતો. જ્યાં સૌથી વધુ વરસાદ ઊંઝા અને વિસનગર તાલુકામાં નોંધાયો હતો.
આ પણ વાંચોઃ Patan-Heavyrain/ ગુજરાતમાં પાટણમાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચોઃ Driver Negligence/ બસ ડ્રાઇવરની બેદરકારી લોકોને મોતના મુખમાં લઈ ગઈ
આ પણ વાંચોઃ Husband-Infidelity/ પતિના મોબાઈલમાં પુત્રી ગેમ રમવા લાગી અને નીકળ્યા અનેક ‘રાઝ’
આ પણ વાંચોઃ North India-Heavyrain/ ઉત્તર ભારતમાં વરસાદ બન્યો આકાશી આફતઃ દિલ્હીમાં પૂરનું જોખમ
આ પણ વાંચોઃ Fraud/ પત્નીના પૈસાથી અભ્યાસ કર્યો, અધિકારી બનતા જ બીજા લગ્ન કરી લીધા
