આજ રોજ ભારતીય જનતા પાર્ટીના S Jaishankar Nomination રાજ્યસભાના ઉમેદવાર વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો S Jaishankar Nomination માટે 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાનારી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર ઉમેદવારી નોંધાવવા માટે ગઇકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આજે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે.
#WATCH | Gujarat | EAM Dr S Jaishankar files his nomination in Gandhinagar for the forthcoming Rajya Sabha elections. pic.twitter.com/Dmj2azX2eD
— ANI (@ANI) July 10, 2023
ગુજરાત ભાજપના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલાએ S Jaishankar Nomination જણાવ્યું હતું કે, એસ. જયશંકર જેમનો કાર્યકાળ ગુજરાતના અન્ય બે રાજ્યસભાના સભ્યો સાથે 18 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. સોમવારે જયશંકર પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેમના સ્વાગત અર્થે મંત્રી રાઘવજી પટેલ, કિરીટ પરમાર સહિત ભાજપના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતની ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થવા જઇ રહી છે. જોકે ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ ઓછું હોવાથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં કોઇ ઉમેદવાર ઉભો રાખવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ Goa Rabari/ ગોવા રબારીને પક્ષપલ્ટો ફળ્યોઃ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવાયા
આ પણ વાંચોઃ Heavy Rain/ જાપાનમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનમાં 6 લોકો લાપતા, 1.7 મિલિયન લોકોને સલામત સ્થળે જવાની ચેતવણી
આ પણ વાંચોઃ Politics/ બંગાળની હિંસા પર દિગ્વિજય સિંહે કહ્યું- આ સહન કરી શકાય નહીં
આ પણ વાંચોઃ Gujarat Heavyrain/ રાજ્યમાં બીજો રાઉન્ડ પૂરો થતાં જ સીઝનનો 50 ટકા વરસાદ પડી જશે
આ પણ વાંચોઃ Patan-Heavyrain/ ગુજરાતમાં પાટણમાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો
