@અમિત રૂપાપરા
વર્તમાન સમયમાં મોબાઇલનો ઉપયોગ ખૂબ જ વધારે થઈ રહ્યો છે. ત્યારે મોટાભાગના લોકો સરળતાથી પૈસા કમાવવા માટે ટ્રેડિંગ પણ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી અલગ અલગ કોન્ટેક નંબર પરથી લોકોને ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરી સારું વળતર અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે.
એક વ્યક્તિને ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરાવી સારું વળતર મળશે તેવી લાલચ આપી વ્યક્તિ પાસેથી 5,58,000 છેતરપિંડીથી આરોપીઓએ પડાવી લીધા હતા. ત્યારબાદ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા નિખિલ ભંડેરી અને આકાશ કળથીયા નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ કરી આરોપીના ખાતામાં રહેલા 4.25 લાખ રૂપિયા ફ્રિજ કરાવવામાં આવ્યા હતા અને રોકડા 76 હજાર રૂપિયા મળીને કુલ 5,01,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે વધુ તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલા ભાવનગરના વલભીપુરના જયદેવ ચૌહાણ નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે.
ગોલ્ડ ટ્રેડિંગમાં રૂપિયાનું રોકાણ કરી સારો નફો મેળવવાની લાલચે સુરતના એક વ્યક્તિને લાખો રૂપિયા ગુમાવવા પડ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીને આરોપીઓએ 30 માર્ચ 2023થી 12 એપ્રિલ 2023 દરમિયાન ગોલ્ડ ટ્રેડિંગમાં ઈન્વેસ્ટ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપીને વોટ્સએપ નંબરમાં એક લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં ફરિયાદીનું રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 6,07,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યારબાદ 49000 ફરિયાદીને વિડ્રોલ કરવા દીધા હતા. ઉપરાંત બાકીના રહેલા 5,58,000 વિડ્રો કરવા દીધા ન હતા અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળ્યું હતું કે પોતે છેતરાયા છે.
ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલાન્સના આધારે તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી નિખિલ ભંડેરી અને આકાશ કળથીયાની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને આરોપી પાસેથી પોલીસે 76 હજાર રૂપિયા રોકડા રિકવર કર્યા હતા અને આરોપીઓના ખાતામાં રહેલા 4,25,000 રૂપિયા ફ્રીજ કરાવ્યા હતા. આમ કુલ મળીને સાયબર ક્રાઇમ પોલીસે 5,01,000 રિકવર કર્યા હતા. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તમામે વધુ તપાસ હાથ ધરતા વધુ એક આરોપીની સામે આવી હતી. તેથી સાયબર ક્રાઇમ પોલીસે જયદેવ ઉર્ફે અગુડો ચૌહાણ નામના આરોપીની ધરપકડ ભાવનગરના વલ્લભીપુર ખાતેથી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત, ચાર દટાયા
આ પણ વાંચો:વડોદરામાં ડિવોર્સી મહિલાએ બે દીકરીઓની હત્યા કરી આપઘાતનો કર્યો પ્રયાસ
આ પણ વાંચો:કાંકરેજમાં વરસાદી પાણીમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
આ પણ વાંચો:આગામી મહિને મહાનગરપાલિકાની બે અને નગરપાલિકાની 29 બેઠકોની પેટાચૂંટણી
