Supreme Court/ સુપ્રીમ કોર્ટમાં બે નવા ન્યાયાધીશોની કરવામાં આવી નિમણૂક

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગયા અઠવાડિયે તેમની પદોન્નતિની ભલામણ કરી હતી

Top Stories India

કેન્દ્રએ બુધવારે  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ઉજ્જલ ભુઇયા અને એસવી ભાટીની નિમણૂકની સૂચના આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિએ જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને એસવી ભાટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગયા અઠવાડિયે તેમની પદોન્નતિની ભલામણ કરી હતી.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વીટ કરીને બંને જજોની નિમણૂક અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને એસવી ભાટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે.

જસ્ટિસ ઉજ્જવલ ભુઇયા હાલમાં તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે અને જસ્ટિસ ભાટી કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. તેમની નિમણૂક સાથે, સુપ્રીમ કોર્ટમાં 34 જજોની મંજૂર સંખ્યામાંથી 32ની સંખ્યા હશે.