અમદાવાદઃ અમદાવાદમાં મોડી રાતે ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર Iskon Accident-Compenstion અકસ્માત થયો છે અને સાથે આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. SUV – ડમ્પર વચ્ચે ટક્કર બાદ જેગુઆર ધડાકાભેર ટકરાઈ હતી. 160 કિમીની સ્પિડે આવી રહેલી જેગુઆરે અકસ્માત જોવા ઉભેલા નવ લોકોનો જીવ લીધો છે. તેમજ અકસ્માત સમયે કારમાં બે યુવક અને યુવતી સવાર હતા. ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે મૃતકો માટે રૂપિયા 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2023
સીએમની ટવીટ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. Iskon Accident-Compenstion અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
2 પોલીસકર્મી સહિત 9 લોકોના મોત Iskon Accident-Compenstion થયા છે. તેમજ 15થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ઈજાગ્રસ્તો સોલા સિવિલમાં સારવાર હેઠળ છે. તથા બંને કાર સ્પિડમાં હોવાથી અકસ્માત થયાનું અનુમાન છે. કુખ્યાત આરોપી પ્રજ્ઞેશ પટેલના દિકરાએ અકસ્માત સર્જ્યો છે. પ્રજ્ઞેશ પટેલના દિકરા તથ્યની કારથી અકસ્માતમાં 9ના મોત થયા છે. મૃતકો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે. જેગુઆર કાર નંબર GJ 1WK 93થી આ અકસ્માત થયો છે.
ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
શહેરના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ Iskon Accident-Compenstion મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. મોડી રાતે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો હતો. પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યારબાદ બની હતી જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Mangrol-Heavyrain/ માંગરોળ બેટ બન્યુઃ છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો, રાજ્યમાં વીજળી પડવાથી ત્રણના મોત
આ પણ વાંચોઃ Iskon Bridge Accident/ પિતા ગેંગરેપનો આરોપી અને પુત્ર તથ્ય પટેલ નવનો જીવ લેનારો ખૂની
આ પણ વાંચોઃ વરસાદ/મેઘરાજાની ધમાકેદાર બેંટિગના લીઘે સૌરાષ્ટ્ર પાણીમાં ગરકાવ,માંગરોળ-ગીર સોમનાથમાં લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું
આ પણ વાંચોઃ Weather Update/ગુજરાતમાં ભારે વરસાદે મચાવી તબાહી, 176 તાલુકાઓમાં પૂરની સ્થિતિ, દ્રશ્યો જોઇને તમે પણ હચમચી જશો
આ પણ વાંચોઃ વરસાદી આફત/ગુજરાતમાં મુશળધાર વરસાદ,રાજકોટમાં ધોરાજી ડૂબ્યું પાણીમાં; IMDએ યલો અને ઓરેન્જ એલર્ટ કર્યું જારી
