કચ્છ/ ભચાઉમાં પોલીસ ઇન્સપેકટર સહિત બે લોકો 5 લાખની લાંચ લેતા ઝડપાયા

કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન પર એસીબીએ સપાટો બોલાવ્યો છે. પીઆઇ સહિત બે વ્ચક્તિઓને પાંચ લાખની લાંચ લેતા ઝડપી પાડયા છે

Top Stories Gujarat
  •  ભચાઉ પોલીસ સ્ટેશનના ACBનો સપાટો PI સહિત બે વ્યક્તિ ₹5 લાખની લાંચ લેતા ઝડપાયા
  • ભચાઉના PI અને હેડ કોન્સ્ટેબલ ACBના સંકજામાં
  • ઇન્સ્પેક્ટર એ બી પટેલ અને સરતાન કનોલ એસીબીના સંકજામાં
  • ફરિયાદીની ફરિયાદ લેવાના બદલે લાખોની લાંચ માગી
  • વ્યાજખોર સામે ફરિયાદ કરવા ગયા હતા ફરીયાદી

રાજ્યમાં સરકારી કર્મચારીઓ લાંચ લેવાના કિસ્સાઓ દિનપ્રતિદન વધી રહ્યા છે. ગુજરાતમાં અનેક અધિકારીઓ લાંચ લેતા પકડાતા હોવાન સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. આ વખતે ફરી એકવાર કચ્છના ભચાઉથી લાંચ લેતા પીઆઇ પકડાયાના સમાચાર સામે આવ્યા છે જેના લીધે સમગ્ર પોલીસ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન પર એસીબીએ સપાટો બોલાવ્યો છે. પીઆઇ સહિત બે વ્ચક્તિઓને પાંચ લાખની લાંચ લેતા ઝડપી પાડયા છે. નોંધનીય છે કે ફરિયાદીની ફરિયાદ લેવાના બદલે તેમની પાસેથી લાખોની માંગ કરી હતી. આ કેસની હકીકત એવી છે કે ફરિયાદી વ્યાજખોરો સામે ફરિટાદ કરવા ગયા હતા જેના બદલે પીઆઇએ તેમની પાસે જ લાંચ માંગી હતી. ફરિયાદીએ આ અંગેની જાણ એસીબીને કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને પીઆઇ એબીપટેલ અને   હેડોન્સટેબલને રંગે હાથે ઝડપી પાડયા હતા.